Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP કલ્ચરનો અંત

દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP કલ્ચરનો અંત

0
101

દેશની રાજધાની દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં હવે VIP કલ્ચરને સમાપ્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આદેશ આપ્યો છે કે, સરકારી હોસ્પિટલોમાં હવે ખાનગી રૂમ નહીં આપવામાં આવે. હવેથી દિલ્હીની હોસ્પિટલોમાં તમામ નાગરિકોને એક જેવીજ સારવાર મળશે.

આ આદેશ બાદ સરકારી હોસ્પિટલોમાં ખાનગી રૂમમાં મારામારીની ઘટના ઓછી થશે. આ સાથે જ તમામ લોકોને સમાન સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ સાથે જ દિલ્હી સરકારે હોસ્પિટલોમાં 13,899 બેડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ દિલ્હીમાં 11,353 પથારી છે.

હોસ્પિટલો સુવિધાથી સજ્જ થશે
મુખ્યમંત્રી કેજરીવાલનું કહેવું છે કે, દિલ્હીની હોસ્પિટલોમાં તમામ લોકો માટે સુવિધાઓ વધારવામાં આવશે. તમામ હોસ્પિટલોમાં AC લગાવવામાં આવશે. જેમાં દિલ્હી સરકારની નાની હોસ્પિટલોનો પણ સમાવેશ થશે. હાલ મોટી હોસ્પિટલોને છોડી દઈએ, તો તમામ નાની હોસ્પિટલોમાં ACની સુવિધા નથી. સરકારનું કહેવું છે કે, આ માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

નવી હોસ્પિટલનું થશે નિર્માણ
દિલ્હીમાં સ્વાસ્થ્ય સેવાઓને લઈને સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રિપોર્ટ સોંપી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના અનેક વિસ્તારોમાં નવી હોસ્પિટલોનું નિર્માણ પર કરવામાં આવશે. આ માટે કેબિનેટ તરફથી મંજૂરી પણ મળી ચૂકી છે અને ટેન્ડર પર થઈ ચૂક્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખિચડીપુરના લાલબહાદૂર શાસ્ત્રી હોસ્પિટલમાં એક નવો મધર એન્ડ ચાઈલ્ડ બ્લોક બનશે. જેમાં 460 બેડ હશે. આ સિવાય બુરાડી અને આંબેડકરનગરમાં બે હોસ્પિટલો બનીને તૈયાર થઈ ચૂક્યા છે.