Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીમાં માસ્ક ઉપરાંત પણ વધુ એક ઉલ્લંઘન બદલ થશે રુ.2000નો દંડ

દિલ્હીમાં માસ્ક ઉપરાંત પણ વધુ એક ઉલ્લંઘન બદલ થશે રુ.2000નો દંડ

0
35
  • દિલ્હીના ઉપ રાજ્યપાલે કોવિડ-19ના નવા નિયમોને મંજુરી આપી
  • સોશિયલ ડિસ્ટન્સિંગ અને જાહેરમાં થૂકવા સામે દંડની રકમ વધારાઇ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હવે માસ્ક ઉપરાંત પણ કોરોનાની ગાઇડલાઇનના વધુ એક ઉલ્લંઘન બદલ 2000 રુપિયાનો દંડ (Social distance fines) કરી દેવાયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલે નવા નિયમોને આપેલી મંજૂરી મુજબ હવેથી સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ માટે પણ રુ. 2000નો દંડ વસુલાશે.

થોડા દિવસ પહેલાં CM અરવિંદ કેડરીવાલની સરકારે દિલ્હી-એનસીઆરમાં માસ્ક નહીં પહેરવાનો દંડ રુ.500થી વધારી 2000 કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં કોરોના વિસ્ફોટ, બપોર સુધીમાં 150 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર હરકતમાં

રાજધાનીમાં કોરોનાએ ઉથલો મારતા નિયમો કડક કરાયા

દિલ્હી અને એનસીઆરમં છેલ્લા ઘણાં દિવસોથી કોરોનાએ ફરી ઊથલો મારતા કેજરીવાલ સરકારે કોરોનાના નિયમો વધુ કડક કરી દીધા. તેમ છતાં સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ થતા દેખાઇ રહ્યા છે.

તેથી લેફ. ગવર્નર અનિલ બેજલે દિલ્હીમાં કોવિડ-19 મહામારી મેનેજમેન્ટ નિયંત્રણ 2020ના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી દીધી. નવા નિયમો હેઠળ હવેથી કોરોનાની ગાઇડલાઇન અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનારા પાસેથી રુ. 2000 (Social distance fines)વસુલવામાં આવશે.

દિલ્હીમા કોરોના વાઇરસના કેસો વધતા મુખ્યમંત્રી કેજરીવાલની સરકારે કોરોનાને કાબુમાં લેવા માટે તમામ અસરકારક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. એક દિવસ પહેલાં જ કેજરીવાલ સરકારે માસ્ક નહીં પહેરવાનો દંડ રુપિયા 500થી વધારી 2000 રુપિયા (Social distance fines)કરી દીધો.

ક્યા નિયમોનાં ભંગ બદલ થશે 2000નો દંડ Social distance fines news

દિલ્હી સરકારે જાહેરનામુ બહાર પાડી સ્પષ્ટ કરી દીધું કે ક્વોરન્ટાઇન નિયમોનું પાલન નહીં કરવા જેમકે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ, જાહેરમાં ફેસ માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ રુપિયા 2000નો દંડ (Social distance fines)વસુલવામાં આવશે.

દિલ્હી સરકારે જાહેર સ્થળોએ પાન, ગુટખા, તમાકૂના સેવન અને વેચાણ પર પ્રતિબંધ મૂકી રાખ્યો છે.

આ પણ વાંચોઃ વિજયના ઉન્માદમાં ભાન ભૂલ્યા ભાજપના આત્મારામ, સુરતમાં સરઘસ કાઢ્યો

દિલ્હીમાં 28 ઓક્ટોબરથી કોરોનાના કેસો વધ્યા

મુખ્યમંત્રી કેજરીવાલે ગુરુવારે મહામારીનો સામને કરવા માટે વ્યાપક ઉપાયોની જાહેરાત કરી હતી. જેમાં માસ્ક નહીં પહેરવાનો દંડ 4 ગણો કરવા, ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા આઇસીયુ બેડ અનામત રાખવા અને દરેક જિલ્લામાં ટેસ્ટ કેન્દ્રોની સંખ્યા બમણી કરવા સહિતના પગલાં સામેલ હતા. Social distance fines news

દિલ્હીમાં 28 ઓક્ટોબરથી ફરી કોરોના કેસો વધવા લાગ્યા છે.