નવી દિલ્હી: હિમાચલ પ્રદેશ અને ગુજરાત પછી દિલ્હી મહાનગરપાલિકા (MCD)ની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી શકે છે. રાજ્ય ચૂંટણી પંચ શુક્રવાર સાંજ 4 વાગ્યે એમસીડી ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી મહાનગરપાલિકામાં ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની શક્યતા છે.
Advertisement
Advertisement
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ગૃહમંત્રાલય દ્વારા દિલ્હી મહાનગરપાલિકાના વોર્ડના પુન નિર્ધારણ સબંધિત એક નોટિફિકેશન જાહેર કર્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં મહાનગરપાલિકાની ચૂંટણીના વોર્ડની કુલ સંખ્યા 272થી ઘટીને 250 થઇ ગઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા એમસીડી વોર્ડના પરિસીમન બાદ એમસીડીમાં કુલ વોર્ડની સંખ્યા 250 થઇ ગઇ છે જેમાંથી 42ને આરક્ષિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા 15 વર્ષથી એમસીડીમાં ભાજપનું શાસન છે. આ દરમિયાન કોઇ બીજો પક્ષ અહી પગ જમાવવામાં સફળ થયો નથી. 2017ની ચૂંટણીમાં ભાજપે કોઇ પણ સિટિંગ કાઉન્સિલરને ટિકિટ ના આપીને એક મોટો દાંવ રમ્યો હતો, જેને કારણે પાર્ટી એન્ટી ઇનકમ્બસીનું કોઇ નુકસાન ઝેલવુ પડ્યુ નહતુ અને તેને મોટી જીત મળી હતી.
Advertisement