નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની દારૂ નીતિને લઇને ઇડી આજે પણ રેડ કરી રહી છે. દિલ્હી, પંજાબ અને હૈદરાબાદ સહિત દેશભરના કુલ 35 જગ્યા પર આ રેડ ચાલી રહી છે. આ કેસમાં ઇડીએ મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. આ પહેલા સપ્ટેમ્બરમાં ઇડીએ રેડ બાદ દારૂ કારોબારી સમીર મહેન્દ્રૂ સહિત બે લોકોની ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
આ રાજ્યમાં દારૂના વેપારીઓ, વિતરકો અને પુરવઠા શ્રેણી નેટવર્ક સાથે જોડાયેલી ઓફિસો પર રેડ કરવામાં આવી રહી છે. ઇડીની કાર્યવાહી સવારે શરૂ થઇ હતી. જ્યારે એજન્સીની ટીમોને ઓફિસમાં રેડ કરનારા સ્થળો માટે નીકળતા જોવા મળ્યા છે.
દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આમ આદમી પાર્ટીના સંચાર પ્રભારી અને વેપારી વિજય નાયરને ગુરૂવારે જ દિલ્હીની એક કોર્ટે બે અઠવાડિયાની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. દિલ્હીની આબકારી નીતિ કૌભાંડ કેસમાં સીબીઆઇએ નાયરની ધરપકડ કરી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આરોપી છે.
નાયરે અન્ય લોકો સાથે મળીને એક ગુનાહિત ષડયંત્ર રચ્યુ હતુ, જેના એક ભાગ હેઠળ દિલ્હી સરકારની આબકારી નીતિ, 2021-2022 તૈયાર કરીને તેનો અમલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની ઇચ્છા સરકારને ચુનો લગાવીને દારૂ વેચનારા અને વિતરકોને લાભ આપવાનો હતો અને આ નીતિના પરિણામને કારણે સરકારને નુકસાન થયુ હતુ.
Advertisement