Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીમાં ઑક્સિજન સંકટ પર હાઈકોર્ટની કેન્દ્રને ફટકાર- ‘તમે આંખો બંધ કરી શકો છે, અમે નહીં’

દિલ્હીમાં ઑક્સિજન સંકટ પર હાઈકોર્ટની કેન્દ્રને ફટકાર- ‘તમે આંખો બંધ કરી શકો છે, અમે નહીં’

0
30

નવી દિલ્હી: કોરોના વાઈરસના કેસોમાં મોટા ઉછાળા વચ્ચે દેશની રાજધાની દિલ્હીમાં ઑક્સિજનની કમી વર્તાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દિલ્હી સરકારને સૂચન કર્યું છે કે, જેવી રીતે બ્લડ બેંક હોય છે, તેવી જ રીતે ઑક્સિજન સિલિન્ડર બેંક બનાવી શકાય છે. જ્યાં લોકો ઑક્સિજન સિલિન્ડર જમા કરાવી શકે છે અને જેને જરૂર હોય તે ત્યાંથી સિલિન્ડર લઈ શકે છે. આટલું જ નહીં, કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, આપ આ મામલે અંધ હોઈ શકો છો, પરંતુ અમે અમારી આંખો બંધ ના કરી શકીએ. Oxygen Crisis

હાઈકોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, તેઓ આ બાબત પર કામ કરે અને લોકોને સમજાવે કે, જરૂર ના હોય, ત્યારે સિલિન્ડર બેંકમાં જમા કરાવી દે. દિલ્હી સરકારે કહ્યું કે, આ એક સારુ સૂચન છે અને તેના પર આદેશ આપીશું.

બીજી તરફ એમિક્સ રાજશેખર રાવે હાઈકોર્ટને જણાવ્યું કે, અમને અગામી 3-4 દિવસોમાં 480-520 મેટ્રિક ટન ઑક્સિજન મળી જશે અને આશા છે કે, અમે આગામી 7 દિવસોમાં 550-600 મેટ્રિક ટન સુધી પહોંચી જઈશું, કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને કામ કરી રહી છે. જો થોડા દિવસોમાં દિલ્હીમાં 100 મેટ્રિક ટન ઑક્સિજન રિઝર્વ રાખવો જોઈએ, જેથી SoS કૉલ આવે તો મોકલી શકાય.

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે, તમારે 700 મેટ્રિક ટનનો સપ્લાય કરવાનો છે. જો તમે તેનું પાલન નથી કરતાં તો તમે કોર્ટનો અનાદર કર્યો છે. હવે આ તમારું કામ છે, ટેન્કર ઉપલબ્ધ છે, પરંતુ તમે આ કામ કરવા માટે તૈયાર જ નથી.  Oxygen Crisis

કેન્દ્ર તરફથી ASG ચેતન શર્માએ કહ્યું કે, અમે આજે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો રિપોર્ટ દાખલ કરી રહ્યાં છે. અમે એ વાત પર વિચાર નહીં કરીએ કે, શું 700 મેટ્રિક ટન સપ્લાય કરવો છે કે માત્ર ઑક્સિજન પૂરો પાડવો છે. કેન્દ્ર ટેન્કરોને IIT કે IIMને સોંપી દે, તેઓ સારુ કામ કરશે. કેન્દ્રએ કહ્યું કે, 433 મેટ્રિક ટન ઑક્સિજન અડધી રાત્રે દિલ્હી પહોંચ્યો છે. સવારે 8:15 કલાકે 307 મેટ્રિક ટન ઑક્સિજન આવ્યો. દરરોજ સાંજે આશા કરીએ છીએ કે, પૂરતો ઑક્સિજન આવે.

આ પણ વાંચો:  પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાથી PM મોદી ચિંતિત, રાજ્યપાલને કર્યો ફોન Oxygen Crisis

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર કહ્યું કે, જ્યારે લોકો મરી રહ્યાં છે, ત્યારે આ એક ભાવનાત્મક મામલો છે. તમે આ બાબતે આંખે પટ્ટી બાંધી શકો છો, અમે અમારી આંખો બંધ ના કરી શકીએ. આ દુ:ખદ છે કે, દિલ્હીમાં ઑક્સિજનના અભાવમાં લોકો જીવ ગુમાવી રહ્યાં છે. તમે આટલા અસંવેદનશીલ કેવી રીતે હોઈ શકો છો? જે દિલ્હી સરકાર કહી રહી છે, તે માત્ર રાજકીય નિવેદનબાજી નથી. દિલ્હી સરકારનું કહેવું હતું કે, કેન્દ્રએ 590 મેટ્રિક ટન ઑક્સિજન આપવાની છે. લોકો મરી રહ્યાં છે.

આજે આખો દેશ ઑક્સિજન માટે રોઈ રહ્યો છે. આપણે નથી જાણતા કે, ભવિષ્યમાં તમે આને કેવી રીતે ભરપાઈ કરશો? શું વધારાના ટેન્કરોની વ્યવસ્થા એકાદ અઠવાડિયામાં ના થઈ શકે. કેન્દ્રએ ઑક્સિજન સપ્લાય માટે IIMના નિષ્ણાંતો અને એક્સપર્ટોની મદદ લેવાની સલાહ આપતા હાઈકોર્ટે જણાવ્યું કે, કેન્દ્ર મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોથી ઑક્સિજન લાવવા પર વિચાર કરી શકે છે. જ્યાં ફાળવેલા ઑક્સિજનનો વપરાશ ખૂબ જ ઓછો છે. કેન્દ્રએ કહ્યું કે, આના પર વિચાર કરીને જણાવશે. Oxygen Crisis

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, લોકોને સમજ નથી પડતી કે, બિમાર થવા પર શું કરવું? કોઈ મદદ કરવાવાળું જ નથી. જસ્ટિસ વિપિન સાંધીએ અંગત અનુભવ શેર કરતાં કહ્યું કે, મારા એક કોર્ટ સ્ટાફના સભ્યએ પોતાની પત્નીને અચાનક ગુમાવી દીધી. તે સ્વસ્થ નહતી, ના તો ટેસ્ટ કરાવ્યો ના દવા લીધી ના કોઈએ સલાહ આપી.  જસ્ટિસ રેખા પલ્લીએ કહ્યું કે, મારા પરિવારમાં પણ આવું જ થયું છે. તેઓ ભણેલા-ગણેલા છે, પરંતુ કોઈએ જણાવ્યું જ નહીં કે, આવી સ્થિતિમાં શું કરવું જોઈએ?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat