નવી દિલ્હી: અત્યારે બંગાળ સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. ગુજરાતમાં પણ મોરવા હડફ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્રણ રાજ્યમાં મતદાન પૂર્ણ થઇ ગયુ છે. ચૂંટણી ધરાવતા રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય નેતા અને ઉમેદવાર જે રીતે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમની અવગણના કરતા જોવા મળી રહ્યા છે તેના પર હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હી હાઇકોર્ટે એક અરજીની સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ જાહેર કરીને પૂછ્યુ છે કે માસ્ક ના પહેરવા પર સામાન્ય લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે પરંતુ નેતાઓ પર કેમ નરમ વલણ રાખવામાં આવે છે?
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના પૂર્વ ડાયરેક્ટર જનરલ અને સીએએસસીના ચેરમેન વિક્રમ સિંહે કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, તેમણે કોર્ટને જણાવ્યુ હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતા અને ઉમેદવાર હજારો લાખો લોકોની ભીડમાં માસ્ક લગાવ્યા વગર પ્રચાર કરી રહ્યા છે. સ્ટેજ પર પણ સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવામાં આવતુ નથી. આ સરકારની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન છે, તેમની અરજી પર કોર્ટે 22 માર્ચે પણ નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ વિરાગ ગુપ્તા અનુસાર અરજીમાં કાયદા સામે બરાબરી અને જીવનના મૂળ અધિકારોનો હવાલો આપતા કહેવામાં આવ્યુ કે દેશમાં બધા માટે નિયમ કાયદા એક હોવા જોઇએ.
તેમણે માંગ કરી હતી કે ચૂંટણી પ્રચાર દરમિયાન જો ઉમેદવાર, સ્ટાર પ્રચારક અથવા સમર્થક માસ્ક નહી પહેરે અથવા નિયમ તોડશે તો તેણે સ્થાયી અથવા પછી કેટલાક સમય માટે ચૂંટણી પ્રચારથી રોકી દેવા જોઇએ. ચૂંટણી પંચે પણ પગલા ભરવા જોઇએ.
આ પણ વાંચો: ‘બંગારણ’-ચૂંટણી પંચે CM મમતાને મોકલી નોટિસ, 48 કલાકમાં માંગ્યો જવાબ
લોકડાઉન દરમિયાન ફરી કોરોના ફેલાવવા દરમિયાન દિલ્હી સહિત વિવિધ રાજ્યની પોલીસે નિયમનું પાલન ના કરવા અને સાર્વજનિક સ્થળો પર માસ્ક વગર ફરતા લોકો પાસેથી કરોડો રૂપિયાની વસુલી કરી હતી.