Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ ગંભીર, કેજરીવાલ સરકારે સેના પાસે માંગી મદદ

દિલ્હીમાં કોરોનાથી સ્થિતિ ગંભીર, કેજરીવાલ સરકારે સેના પાસે માંગી મદદ

0
24

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિને જોતા કેજરીવાલ સરકારે સેનાની મદદ માંગી છે. આ માટે દિલ્હી હાઈકોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, તે કેજરીવાલ સરકાર દ્વારા યુનિયન ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ પાસે કોરોના દર્દીઓની સારવાર સાથે ક્રાયોજેનિક ટેન્કરના સપ્લાય, ઑક્સિજનથી સજ્જ ICU બેડ સાથેની હોસ્પિટલ બનાવવામાં સેની માંગવામાં આવેલી મદદ પર વિચાર કરે. fight against Covid

દિલ્હી સરકાર દ્વારા જસ્ટિસ વિપિન સાંધી અને રેખા પલ્લીની પીઠને તાકીદ કરવામાં આવી હતી કે, દિલ્હીના નાયમ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ યુનિયન ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહને રવિવારે પત્ર લખીને સેનાના સહયોગની ભલામણ કરી છે. આ બાબત પર અમલ કરવામાં એક-બે દિવસનો સમય લાગી શકે છે.

આ પણ વાંચો:  અમરાઈવાડીમાં તોડ કરીને આરોપીઓને છોડી દેનારા PSI સહિત બે કૉન્સ્ટેબલ સસ્પેન્ડ fight against Covid

હાઈકોર્ટમાં દિલ્હી સરકારનો પક્ષ રજૂ કરી રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મેહરાએ કેન્દ્રને આગ્રહ કર્યો છે કે, જો સેના 10,000 બેડ સાથે કોરોના સંક્રમિત દર્દીઓ માટે સારવારની સુવિધા પૂરી પડી શકે છે, તો તેઓ આભારી રહેશે. આટલું જ નહીં, તેમણે સશસ્ત્ર દળોને આગ્રહ કર્યો છે કે, તેઓ નવી દિલ્હીમાં ઑક્સિજન સપ્લાય માટે ક્રાયોજેનિક ટેન્કર પૂરા પાડવામાં આવે.

બીજી તરફ કેન્દ્રનું પક્ષ રજૂ કરનાર સૉલિસિટર જનરલ ચેતન શર્માએ અદાલત પાસે સમય માંગ્યો છે. કોર્ટે કહ્યું કે, અમે કેન્દ્રને સૂચન કરીએ છીએ કે, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી દ્વારા ડિફેન્સ મિનિસ્ટરને લખવામાં આવેલા પત્રો વિષે વાકેફ કરાવે. fight against Covid

અગાઉ કોર્ટે વરિષ્ઠ વકીલ કૃષ્ણન વેણુગોપાલના સૂચન પર દિલ્હી સરકારને કહ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં સશસ્ત્ર દળોની સેવા લેવા પર વિચાર કરવામાં આવે, કારણ કે તેઓ હોસ્પિટલ બનાવી શકે છે. જ્યાં દિલ્હીમાં મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર થઈ શકે તેમ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat