Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હી: બન્ના હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 8 કોરોના દર્દીઓના મોત

દિલ્હી: બન્ના હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 8 કોરોના દર્દીઓના મોત

0
27

દેશની રાજધાની દિલ્હીમાં હજું પણ ઓક્સિજનની અછત જોવા મળી રહી છે અને તેના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓના મોત થઈ રહ્યાં છે. ઓક્સિજનની અછતના કારણે ઘટેલી એક ઘટનામાં આઠ દર્દીઓને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. દિલ્હીની બન્ના હોસ્પિટલમાં આઠ કોરોના દર્દીઓએ ઓક્સિજન વગર અંતિમ શ્વાસ લીધી હતી. 1 મેના રોજ બપોરે દર્દીઓના મોત નિપજ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર જીવ ગુમાવનાર દર્દીઓમાં એક ડોક્ટર પણ સામેલ છે. આ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતનો એક સપ્તાહમાં બીજો કિસ્સો છે.

જે આઠ લોકોના મોત થયા છે, જેમાંથી 6 લોકો ઈન્ટેસિવ કેયર યૂનિટમાં (આઈસીયૂ)દાખલ હતા, જ્યારે બે લોકો વોર્ડમાં દાખલ હતા.

230 ગંભીર દર્દી 80 મીનિટ સુધી રહ્યાં ઓક્સિજન વગર

હોસ્પિટલના અધિકારીઓએ દિલ્હી હાઈકોર્ટમાં સતત 11માં દિવસે થયેલી સુનાવણીમાં જણાવ્યું કે, ઓક્સિજન સપ્લાઇ કરી રહેલા ટેન્કર બપોરે દોઢ વાગ્યા પછી જ પહોંચ્યા. તેથી સ્પષ્ટ રીતે તેનો અર્થ તે છે કે, 230 ગંભીર સ્થિતિવાળા દર્દી 80 મીનિટ સુધી ઓક્સિજન વગર હતા.

હોસ્પિટલે કોર્ટને જણાવ્યું કે, 11.45 સુધી હોસ્પિટલમાં ઓક્સિજન ખત્મ થઈ ચૂકી હતી પરંતુ અમને ઓક્સિજન 1.30 મીનિટે મળ્યું હતું. હોસ્પિટલમાં લગભગ એક કલાક વીસ મીનિટ સુધી ઓક્સિજન નહતું.

જણાવી દઈએ કે, 1 મેના દિવસે ભારતમાં પ્રથમ વખત કોરોનાના એક દિવસમાં ચાર લાખ નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડાઓ અનુસાર પાછલા 24 કલાકમાં દેશમાં 4,01,993 નવા કેસ સામે આવ્યા છે. હવે કુલ કેસોની સંખ્યા 1,91,64,969 પહોંચી ગઈ છે. જ્યારે પાછલા 24 કલાકમાં 3,532 લોકોના મોત થયા છે. આવી રીતે કોરોનાથી અત્યાર સુધીમાં 2,11,853 જીવ ગુમાવી ચૂક્યા છે. દેશમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 32,68,710 છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat