Gujarat Exclusive > The Exclusive > મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દિલ્હીના ભક્તે ચઢાવ્યું ₹ 14 કરોડનું સોનુ

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દિલ્હીના ભક્તે ચઢાવ્યું ₹ 14 કરોડનું સોનુ

0
558

મુંબઇઃ મહારાષ્ટ્રમાં આસ્થા અને ભક્તિ માટે સમર્પણનું એક અદ્દભુત ઉદાહરણ જોવા મળી રહ્યું છે. મુંબઇ ખાતે આવેલા શ્રી સિદ્ધિવિનાયર મંદિરમાં એક શ્રદ્ધાળુએ લગભગ 35 કિલો સોનુ ચઢાવ્યું છે. સોનીની કિંમતની વાત કરીએ તો હાલ બજારમાં સોનાની કિંમત 14 કરોડ રૂપિયાની આસપાસ છે.

 

મીડિયાને મળેલી જાણકારી અનુસાર, દિલ્હીમાં રહેનારા આ શ્રદ્ધાળુએ એક અઠવાડિયા પહેલા જ સોનુ મંદિરમાં દાન કર્યું છે. મંદિરથી જોડાયેલા લોકોએ જણાવ્યું કે, સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે કરોડોનો ચઢાવો આવે છે. આ મુંબઇનું સૌથી જાણીતા મંદિરમાંનું એક છે.

શ્રદ્ધાળુ દ્વારા મળેલા દાન એટલે કે 35 કિલો સોનાનો ઉપયોગ મંદિરના દરવાજા અને છત બનાવા માટે ઉપયોગમાં લેવાશે. જો કે મંદિરમાં દાન આપનાર શ્રદ્ધાળુ પોતાની ઓળખ જાહેર કરવાની ના પાડી હોવાથી આ વાત વિશે કોઇ જાણકારી જાહેર થઇ નથી.

ષટતિલા એકાદશીનું મહત્વ, આ મુહૂર્તમાં પૂજા કરી પુણ્ય પ્રાપ્ત કરો