Gujarat Exclusive > યુથ > મનોરંજન > International Emmy Awards 2020: ડ્રામા કેટેગરીમાં વેબ સીરિઝ ‘દિલ્હી ક્રાઈમ’ને એવોર્ડ

International Emmy Awards 2020: ડ્રામા કેટેગરીમાં વેબ સીરિઝ ‘દિલ્હી ક્રાઈમ’ને એવોર્ડ

0
69
  • નિર્ભયા કાંડ પર આધારિત વેબ સીરિઝને મળ્યો એવોર્ડ

વેબ સીરિઝ દિલ્હી ક્રાઈમ (Delhi Crime)ને ડ્રામા કેટેગરીમાં ઈન્ટરનેશનલ એમ્મી એવોર્ડ્સ 2020 (International Emmy Awards 2020)થી સમ્માનિત કરવામાં આવી છે. આ સીરિઝ (Delhi Crime Web Series) બેસ્ટ ડ્રામા સીરિઝની શ્રેણીમાં આર્જેન્ટિના, જર્મની અને UKના શૉની સાથે-સાથે ઈન્ટરનેશનલ એમ્મીઝમાં હરિફાઈમાં હતા. શૉની પ્રથમ સિઝન વર્ષ 2012માં થયેલા નિર્ભયા દુષ્કર્મ કાંડની કહાનીનો (Web Series on Nirbhaya Case) આધાર લેવામાં આવ્યો છે.

આ વેબ સીરિઝમાં (Delhi Crime Web Series) શેફાલી શાહ, રાજેશ તૈલંગ, આદિલ હુસૈન, રસિકા દુગ્ગલ, ગોપાલ દત્ત તિવારી, જયા ભટ્ટાચાર્ય, અભિલાષા સિંહ, વિનોદ શારાવત, મૃદુલ શર્મા, અનુરાગ અરોરા અને સિદ્ધાર્થ ભારદ્વાજ જેવા કલાકાર છે. જ્યારે વેબ સીરિઝના લેખક-ડિરેક્ટર ઋષિ મેહતા છે. એવોર્ડ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: કોરોના સંકટ: દેશમાં સૌથી ઉંચા 4.1% મૃત્યુદર સાથે અમદાવાદ અવ્વલ

જણાવી દઈએ કે, જ્યારે આ સિરીઝ (Delhi Crime Web Series) આવી હતી, ત્યારે તેની ચોતરફ પ્રશંસા થઈ રહી હતી. બીજી તરફ નિર્ભયા દુષ્કર્મ કાંડ (Web Series on Nirbhaya Case) દરમિયાન વસંત વિહાર પોલીસ સ્ટેશનના SHO રહેલા અનિલ શર્મા સીરિઝના નિર્માતાઓથી નારાજ જોવા મળ્યા હતા. તેમનું કહેવું હતું કે, ફિલ્મમાં પોતાના પાત્રને જે રીતે રજૂ કરવામાં આવ્યું છે, તેના વિરુદ્ધ તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે.

અનિલ શર્માનું કહેવું છે કે, નિર્ભયા (Web Series on Nirbhaya Case) જ્યારે હોસ્પિટલમાં હતી, ત્યારે તે દરરોજ તેના ખબરઅંતર પૂછવા હોસ્પિટલમાં જતા હતા. નિર્ભયાના પરિવારને પોતાનો પરિવાર માનીએ એક પણ સુનાવણી નથી છોડી. આજે પણ તેઓ નિર્ભયાના પરિવારના સંપર્કમાં છે. જો કે તેમણે દાવો કર્યો કે, ડિરેક્ટર મેહતાએ તેમની માફી માંગી છે.