Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હી પોલીસ કમિશનરનું મોટુ નિવેદન- ખેડૂતોએ અસામાજિક તત્વોને આગળ કર્યા

દિલ્હી પોલીસ કમિશનરનું મોટુ નિવેદન- ખેડૂતોએ અસામાજિક તત્વોને આગળ કર્યા

0
161

પોલીસે હિંસામાં સામેલ 19 આરોપીઓની ધરપકડ કરી, 50 લોકોની અટકાયત Delhi CP Statement on Farmer Violence 

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા પર દિલ્હી પોલીસના કમિશનર એસએન શ્રીવાસ્તવે આજે એટલે બુધવારે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે ખેડૂતોએ અસામાજિક તત્વોને આગળ કર્યા. ખેડૂત નેતા પણ હિંસામાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે હિંસામાં 394 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા. જ્યારે અત્યાર સુધી 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. Delhi CP Statement on Farmer Violence 

દિલ્હીમાં થયેલી હિંસા પર પોલીસ કમિશન એસએન શ્રીવાસ્તવે જણાવ્યું કે અમને 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલીની જાણકારી મળી હતી. જાણકારી મળતા જ અમે ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી. 26 જાન્યુઆરીના રોજ અમે પરેડ ના કાઢવાની સલાહ આપી, પરંતુ તેઓ દિલ્હીમાં રેલી કાઢવા પર અડિગ રહ્યા.

પન્નુએ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા- સીપી

પોલીસ કમિશનર શ્રીવાસ્તવે જણાવ્યું કે 25 જાન્યુઆરીના રોજ અમને લાગ્યું કે ખેડૂતો ઉપદ્રવીઓને આગળ વધારી રહ્યા છે. ખેડૂત નેતા સતનામ સિંહ પન્નુએ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા, જ્યારે દર્શનપાલ સિંહે નક્કી થયેલા રસ્તાઓને અનુસર્યો નહીં. તેમણે ખેડૂતોને ઉશ્કેર્યા. Delhi CP Statement on Farmer Violence 

હિંસા અંગે વિસ્તારમાં જણાવતા સીપીએ કહ્યું કે અમે ખેડૂત નેતાઓને KMPનો વિકલ્પ આપ્યો. તેમની સુરક્ષા, મેડિકલ, શાકભાજીની સુવિધા આપવાનો અમે વાયદો કર્યો હતો. સૌથી પહેલા તેમને કહેવામાં આવ્યું કે 26 જાન્યુઆરીની જગ્યા બીજી કોઇ તારીખ રાખી લો, પરંતુ તેમણે ના પાડી દીધી. ખેડૂત નેતાઓએ દિલ્હીમાં જ ટ્રેક્ટર માર્ચ કાઢવા પર અડિગ રહ્યા. અંતે બેઠકમાં અમે તેમને 3 રૂટ આપ્યા હતા. Delhi CP Statement on Farmer Violence 

ખેડૂત નેતા હિંસામાં સામેલ- સીપી

પોલીસ કમિશનર શ્રીવાસ્તવે જણાવ્યું કે ખેડૂત નેતા ખેડૂતોને ઉશ્કેરી રહ્યા હતા અને એ એ લોકો જ હતા જે પૂર્વ નિર્ધારિત માર્ગ પર જવાની ના પાડી રહ્યા હતા. અમારી પાસે એવા વીડિયો છે જે દર્શાવે છે કે કેવી રીતે નેતા ખેડૂતોને ઉશ્કેરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે ગાજીપુરથી રાકેશ ટિકૈતની ટીમે બેરિકોડ તોડી આગળ વધવાનું ચાલુ કર્યું. પોલીસ સામે અનેક વિકલ્પ હતા, પરંતુ અમે સંયમ રાખ્યો. ખેડૂત નેતા પણ હિંસામાં સામેલ હતા. Delhi CP Statement on Farmer Violence 

કોઇને છોડવામાં નહીં આવે- સીપી

હિંસામાં ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓ અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે હિંસામાં 394 પોલીસકર્મીઓને ઇજા થઇ અને તેમાંથી કેટલાક અત્યારે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી કેટલાક આઈસીયૂ વોર્ડમાં દાખલ છે. Delhi CP Statement on Farmer Violence 

હિંસા માટે ખેડૂતો દોષિ થવાની સ્થિતિમાં દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું કે કોઇ ખેડૂત નેતા જો દોષિત સાબિત થાય છે, તો તેને છોડવામાં નહીં આવે. પોલીસે અત્યાર સુધી 25 ગુનાહિત કેસ દાખલ કર્યા છે. અમારી હિંસા સંબંધિત વીડિયો છે. અમે ચહેરાની ઓળખ કરનાર સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે અને આરોપીની ઓળખ કરવા માટે સીસીટીવી અને વીડિયો ફૂટેઝની પણ મદદ લઇ રહ્યા છે. ખેડૂત નેતાઓએ દિલ્હી પોલીસ સાથે વિશ્વાસઘાત કર્યોં.

આ પણ વાંચો: ખેડૂત નેતા વીએમ સિંહની આંદોલન ખતમ કરવાની જાહેરાત, ટિકૈત પર લગાવ્યા આરોપ

પોલીસ કમિશનરે જણાવ્યું કે હિંસામાં પોલીસના 30 વાહનોને નુકશાન પહોંચ્યુ. પોલીસે ખેડૂતોને રોકવા માટે આંસુ ગેસનો ઉપયોગ કર્યો. હિંસામાં સામેલ કોઇ પણ આરોપીને છોડવામાં નહીં આવે. Delhi CP Statement on Farmer Violence 

ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા પર દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવે જણાવ્યું કે આ કેસમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 50 લોકોની અટકાયત કરાઇ છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. Delhi CP Statement on Farmer Violence 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9

ફેસબુક-ઇંસ્ટાગ્રામ સહિતના વિવિધ સોશિયલ મીડિયા પર સમાચાર મેળવવા માટે અહી ક્લિક કરો