Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીમાં કોરોનાથી એક દિવસમાં 131ના મોત, સ્થિતિ બની ગંભીર

દિલ્હીમાં કોરોનાથી એક દિવસમાં 131ના મોત, સ્થિતિ બની ગંભીર

0
93
  • દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 5 લાખને પાર, કુલ 7943ના મોત
  • કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રીએ સર્વદલીય બેઠક બોલાવી

Delhi Corona Update: દેશની રાજધાનીમાં કોરોના વાઈરસ (Delhi Corona Virus) કહેર મચાવી રહ્યો છે, ત્યારે એક જ દિવસમાં દિલ્હીમાં કોરોનાના કારણે રેકોર્ડ બ્રેક મરણ (Corona Death In Delhi) નોંધાયા છે. જીવલેણ કોરોના વાઈરસ 24 કલાકમાં 131 લોકોને ભરખી ચૂક્યો છે. જ્યારે આ 24 કલાકમાં 7486 નવા કેસ સામે આવ્યાં છે.

નવા કેસ (Delhi Corona Update) ઉમેરાવાની સાથે જ દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો આંકડો (Delhi Corona Cases) 5 લાખને પાર પહોંચી ચૂક્યો છે. દિલ્હીમાં કોરોના રિકવરી રેટ 89.98 ટકા છે. જ્યારે એક્ટિવ કેસ 8.43 ટકા અને મૃત્યુદર 1.58 ટકા છે. આ સિવાય પોઝિટિવિટી રેટ 12.03 ટકા પર પહોંચ્યો છે.

દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા (Delhi Corona Update) અનુસાર, 24 કલાકમાં 7486 નવા કેસ (Delhi Corona Cases) આવવાની સાથે જ અહીં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 5,03,084 પર પહોંચી ચૂકી છે. જ્યારે વધુ 131 લોકોના મરણ સાથે અહીં અત્યાર સુધીમાં 7943 દર્દીઓએ પોતાનો જીવ (Corona Death In Delhi) ગુમાવ્યો છે.

જો કે એક સારી વાત એ રહી કે (Delhi Corona Update), આ 24 કલાકમાં 6901 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં. આ સાથે જ અત્યાર સુધીમાં અહીં 4,52,683 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. હાલ દિલ્હીમાં કોરોનાના 42,458 એક્ટિવ કેસો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 62,232 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે જ દિલ્હીમાં અત્યાર સુધી 55,90,654 કોરોના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે.

કોરોના વાઈરસનું (Delhi Corona Virus) સંક્રમણ વધવાથી દિલ્હીમાં બજારો ફરીથી બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. આ મામલે બુધવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે,

“હાલ અમે કોઈ બજાર બંધ નથી કરી રહ્યાં. દિવાળીના દિવસોમાં અમે જોયું કે, કેટલાક બજારો એવા હતા, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહતું થઈ રહ્યું. લોકો ભીડમાં માસ્ક પહેર્યા વિના ફરી રહ્યાં હતા. જે એક રીતે કોરોનાના હૉટસ્પોટ બની શકતાં હતા. આથી કદાચ એક-બે બજારો બંધ કરવાની જરૂરિયાત જણાય, તો આ માટે અમે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગી હતી.”

આ પણ વાંચો: OMG! અહીં પોતાના ‘શૌહર’ માટે ચોથી ‘બીવી’ શોધી રહી છે 3 પત્નીઓ

કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે, મંજૂરી માટેનો પ્રસ્તાવ અમે LG સાહેબને મોકલ્યો હતો. અમે આગામી થોડા દિવસો સુધી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. જો જરૂરી નહીં હોય, તો કોઈ બજાર બંધ નહીં કરીએ. અમારા માટે એક તરફ કોરોનાને (Delhi Corona Virus) કાબૂમાં કરવો પણ જરૂરી છે, તો બીજી તરફ લોકોની રોજી-રોટી જાળવી રાખવી પણ જરૂરી છે. અમે તમામ ઉપાયો અજમાવી જોઈશું. જો ખૂબ આવશ્યક્તા લાગશે તો જ એકાદ બજારને બંધ કરવા વિશે અમે વિચારી શકીએ છીએ.

મુખ્યમંત્રી કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીમાં કોરોનાની સ્થિતિને લઈને આજે સર્વદલીય બેઠક બોલાવી છે. જેમાં કોંગ્રેસ અને ભાજપને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ગુરુવારે સવારે 11 કલાકે દિલ્હી સચિવાલયમાં હશે. આ બેઠકમાં દિલ્હીમાં ત્રીજી કોરોના લહેરને પગલે રોજિંદા વધતા કેસો (Delhi Corona Cases) અને વ્યવસ્થાની સમીક્ષાને લઈને ચર્ચા થશે.