Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હીમાં વધુ એક સપ્તાહ લંબાયુ લૉકડાઉન, CM કેજરીવાલે કરી જાહેરાત

દિલ્હીમાં વધુ એક સપ્તાહ લંબાયુ લૉકડાઉન, CM કેજરીવાલે કરી જાહેરાત

0
31

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને જોતા વધુ એક અઠવાડિયા માટે લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. Delhi Lockdown

હાલ દિલ્હીમાં 3 મે સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન છે. હવે તેને વધુ એક અઠવાડિયા માટે આગળ વધારવામાં આવ્યું છે. હવે નવા આદેશ બાદ 10મી મે સવારે 5 વાગ્યા સુધી લૉકડાઉન લાગુ રહેશે.

જણાવી દઈએ કે, દેશના અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની જે દિલ્હીમાં પણ કોરોના વાઈરસના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિદિન 300થી વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ હજુ પણ 30 ટકાથી વધુ છે.

ગત 25 એપ્રિલે કોરોનાના ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 મે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન લગાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન અમે જોયું કે, પોઝિટિવિટી રેટ લગભગ 36-37 ટકા સુધી પહોંચી ગયો છે. અમે દિલ્હીમાં આટલું સંક્રમણ દર અત્યાર સુધી ક્યારેય નથી જોયું.

કોરોનાના કહેર વચ્ચે દિલ્હીમાં દર્દીઓને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ હોસ્પિટલોમાં બેડની કમી છે, તો અનેક ઠેકાણે ઑક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેના પરિણામે દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે.

આ પણ વાંચો:  ઈકોનૉમી પર મોટી રાહત: સતત સાતમાં મહિને GST કલેક્શન ₹ 1 લાખ કરોડને પાર Delhi Lockdown

બીજી તરફ ઑક્સિજન અને કોરોના વાઈરસને લઈને દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં આજે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હીમાં 490 મેટ્રિક ટન ઑક્સિજનનો સપ્લાય કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે, જો કેન્દ્ર આટલો ઑક્સિજન દિલ્હીને પૂરો નથી પાડી શકતો, તો પછી કોર્ટની અવમાનના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. Delhi Lockdown

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોનાના આંકડ ડરાવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,047 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 375 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં લૉકડાઉન અમલી હોવા છતાં સંક્રમિતોની સંખ્યા ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. હવે દિલ્હીમાં મુંબઈ કરતાં પણ વધારે નવા પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat