દિલ્હી કેપિટલ્સ મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. છેલ્લી લીગ મેચ યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી.
Advertisement
Advertisement
મેચમાં યુપી વોરિયર્સનો પાંચ વિકેટે પરાજય થયો હતો. આ જીત બાદ દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે અને સીધી ફાઇનલમાં પ્રવેશી છે.
મેચમાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. યુપીની ટીમે પ્રથમ બેટિંગ કરતા 138 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે શરૂઆતથી જ જોરદાર ઇનિંગ રમી હતી અને 2 ઓવર બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
યુપીની ટીમે હવે મુંબઈ તરફથી એલિમિનેટર મેચ રમવી પડશે. આ મેચની વિજેતા ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટકરાશે. એલિમિનેટર મેચ 24 માર્ચે અને વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલ મેચ 26 માર્ચે યોજાવાની છે.
Advertisement