નવી દિલ્હી: દિલ્હીથી બેંગલુરૂ માટે ઉડાન ભરી રહેલા એક વિમાનના એન્જિનમાં આગ લાગ્યા બાદ રોકી લેવામાં આવ્યુ હતુ. અધિકારીઓએ જણાવ્યુ કે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક-ઓફ દરમિયાન ઇન્ડિગોના વિમાનના એક એન્જિનમાં આગ જોવા મળી હતી. તે બાદ વિમાનને સુરક્ષિત રીતે રોકીને તેમાં સવાર 177 મુસાફર અને સાત ચાલકદળના સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
વિમાને રન વે પર દોડવાનું શરૂ કર્યુ હતુ- શર્મા
એરપોર્ટના DCP તનુ શર્માએ જણાવ્યુ કે રાત્રે 10.08 વાગ્યે એરપોર્ટના કંટ્રોલ રૂમમાં CISFને ફોન કરીને દિલ્હીથી બેંગલુરૂ જતી ફ્લાઇટ નંબર 6E2131ના એન્જિનમાં આગ લાગવાની જાણકારી આપવામાં આવી હતી. આ વિમાનમાં કુલ 184 મુસાફર સવાર હતા, તેમણે જણાવ્યુ કે વિમાને રન વે પર દોડવાનું શરૂ કર્યુ હતુ, તમામે તેમાં આગના તણખા જોયા હતા. તે બાદ વિમાનને રોકીને તેમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
વિમાનમાં સવાર મુસાફરે જાણકારી આપી
વિમાનમાં સવાર એક મહિલા યાત્રીએ એન્જિનમાંથી નીકળતા તણખાનો વીડિયો શેર કર્યો હતો. જેની પર પ્રતિક્રિયા આપતા ઇન્ડિગોએ કહ્યુ કે તે મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગે છે. ટેક-ઓફ રોલ દરમિયાન એન્જિનમાં ખરાબી આવી ગઇ હતી. બાદમાં ટેક ઓફને ટાળીને વિમાનને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યુ હતુ. એરલાઇને કહ્યુ કે તમામ યાત્રીઓને બીજા વિમાનથી બેંગલુરૂ મોકલવામાં આવી રહ્યા છે.
दिल्ली-बेंगलुरू जा रही इंडिगो फ्लाइट में चिंगारी देखी गई। जिसके बाद फ्लाइट को रोका गया pic.twitter.com/rfKPFBPqNm
— Nigar Parveen (@NigarNawab) October 28, 2022
કંપનીએ જાહેર કર્યુ નિવેદન
આ ઘટના બાદ ઇન્ડિગોએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે દિલ્હીથી બેંગલુરૂ જતા વિમાનમાં ટેકનિકલ ખામી આવી ગઇ છે, જે બાદ પાયલોટે ટેક-ઓફને ટાળી નાખ્યુ છે. મુસાફરોને થયેલી અસુવિધા માટે દુખી છીએ. સૂત્રોનું કહેવુ છે કે આ વિમાનની પાછળ સ્પાઇસજેટનું વિમાન ઉડાન માટે તૈયાર હતુ, જેના પાયલોટે ઇન્ડિગોના વિમાનમાં નીકળતા તણખાને જોઇને એર ટ્રાફિક કંટ્રોલરને તેની જાણકારી આપી હતી.
Advertisement