નવી દિલ્હી: દિલ્હી ACBએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી છે. પ્રથમ દિવસે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને સાંજે તેમના ઘરમાં રેડ કરવામાં આવી હતી. દિલ્હી વકફ બોર્ડમાં થયેલી ગેરકાયદેસર નિયુક્તિ સાથે જોડાયેલા બે વર્ષ જૂના કેસમાં ખાનની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યના પક્ષમાં ઉભા રહેતા કહ્યુ કે અમાનતુલ્લાહ ખાન વિરૂદ્ધ લાગેલા આરોપ ખોટા છે.
Advertisement
Advertisement
2020માં કેસ દાખલ થયો હતો
2020માં દાખલ થયેલા કેસ સાથે જોડાયેલી પૂછપરછ માટે શુક્રવાર બપોરે આશરે 12 વાગ્યે ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને બોલાવવામાં આવ્યા હતા. ACB તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્હી વકફ બોર્ડના પ્રમુખ રહેતા અમાનતુલ્લાહ ખાને તમામ નિયમનું ઉલ્લંઘન કરતા 32 નિયુક્તિ કરી હતી અને તેમની પર ભ્રષ્ટાચાર અને પક્ષપાતી હોવાનો આરોપ લાગ્યો હતો. વકફ બોર્ડના તત્કાલીન CEOએ આ ભરતી વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ.
ACBએ લગાવ્યા ટીમ પર હુમલાનો આરોપ
ACBએ આરોપ લગાવ્યો છે કે તેમની ટીમ પર અમાનતુલ્લાહ ખાનના ઘરની બહાર તેમના સબંધી અને જાણનારા લોકોએ હુમલો કર્યો હતો. ACBએ 24 લાખ રૂપિયા અને બે લાઇસન્સ વગરના હથિયાર જપ્ત કર્યા છે. ખાન પર આ પણ આરોપ છે કે તેમણે વકફ બોર્ડમાં રહેતા પૈસાનો દૂરઉપયોગ કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે ACB ઉપ રાજ્યપાલ સચિવાલયને પત્ર લખીને ખાનને વકફ બોર્ડના પ્રમુખ પદ પરથી હટાવવાની માંગ કરી ચુક્યુ છે.
પાર્ટીએ બચાવ કર્યો
આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્યનો બચાવ કરતા કહ્યુ કે અમાનતુલ્લાહ ખાનની ધરપકડ આધારહિન છે અને તેમના વિરૂદ્ધ દાખલ કેસ ફેક છે. રેડમાં તેમના ઘર અને ઓફિસમાં કઇ મળ્યુ નથી. આ આપને બદનામ કરવા અને ધારાસભ્યની છબી ખરાબ કરવાનો પ્રયાસ છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી AAP નેતા તપાસ એજન્સીઓના નિશાના પર છે અને તાજેતરમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર પર પણ CBIએ રેડ કરી હતી.
CBI તપાસના પણ થઇ ચુક્યા છે આદેશ
2016માં દાખલ થયેલા એક કેસમાં અમાનતુલ્લાહ ખાન વિરૂદ્ધ CBI તપાસની મંજૂરી આપવામાં આવી ચુકી છે, આ સિવાય વકફ બોર્ડના તત્કાલીન CEO મહબૂબ આલમ વિરૂદ્ધ પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નિયમ અને કાયદા જાણી જોઇને અને ગુનાહિત ઉલ્લંઘન, પદોના દૂરઉપયોગ અને કરદાતાઓને આર્થિક નુકસાન પહોચાડવાનો આરોપ છે. મહત્વપૂર્ણ છે કે આ મામલે દિલ્હી સરકારના રાજસ્વ વિભાગના SDMએ ફરિયાદ દાખલ કરાવી હતી.
Advertisement