Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > WhatsAppનો બેવડો સિકંજોઃ પોલિસી માનો તો ડેટા જશે, નહીં માનો તો એકાઉન્ટ ડિલીટ

WhatsAppનો બેવડો સિકંજોઃ પોલિસી માનો તો ડેટા જશે, નહીં માનો તો એકાઉન્ટ ડિલીટ

0
1519
  • વોટ્સએપની નવી પોલિસી અંગે કરોડો યુઝર્સ મુંઝવણમાં કે કરવું શું?
  • જાણો ડેટા બચાવવા WhatsApp કરી રીતે ડિલીટ કરવું, એપ અનસ્ટોલ કરવાથી નહીં ચાલે

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાની ઇન્સટન્ટ મેસેજિંગ એપ્લેકેશન WhatsAppની એકાઉન્ટ ડિલીટ ( Delete WhatsApp account)કરવાની દાદાગીરી સામે યુઝર્સનો ગુસ્સો ફૂટ્યો છે. વોટ્સએપે હવે ટેવાઇ ગયેલા કરોડો યુઝર્સને બરોબર ભીંસમાં લીધો છે.

વોટ્સએપે લોકો પર બેવડો સિકંજો કસ્યો છે. તેની નવી પોલિસી જો યુઝર્સ સ્વીકારે તો તેના ડેટાની પ્રાયવસી જતી રહેશે અને ન માને તો તેનું વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ

( Delete WhatsApp account)થઇ જશે.

વોટ્સએપે પોતાની પ્રાયવસી પોલિસીમાં ફેરફાર કર્યો છે. જેને લઇ યુઝર્સ મુંઝવણમાં છે કે આખરે કરવું શું? પોલિસી સ્વીકારીએ કે નહીં. કારણ કે વોટ્સએપની નવી પોલિસીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુઝર્સના ડેટા Facebook સહિત થર્ડ પાર્ટીને શેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ ઉપર યૂઝર્સનો ફૂટ્યો ગુસ્સો, કરી રહ્યાં છે ડિલીટ

વોટ્સએપે નવી પોલિસી માટે યુઝર્સની એપમાં ઇન-એપ નોટિફિકેશન મોકલી છે. જેને યુઝર્સે Accept કે Deny (એટલે કે સ્વીકાર્વું કે નહીં) કરવાનું છે. જો યુઝર્સ 8 ફેબ્રુઆરી સુધી સંમતિ નહીં આપે તો તેમના વોટ્સએપ એકાઉન્ટ ડિલીટ ( Delete WhatsApp account)થઇ જશે.

ક્યા ક્યા ડેટા શેર કરવામાં આવશે

યુઝર્સ જો Accept કરે છે તો તેમના તમામ ડેટા થર્ડ પાર્ટીને શેર કરવામાં આવશે. જે ડેટા ફેસબુક સહિત થર્ડ પાર્ટીઓને શેર કરાશે તેમાં

    • -લોકેશન (સ્થળ)ની માહિતી,
    • IP એડ્રેસ,
    • -ટાઇમ ઝોન,
    • -ફોન મોડલ,
    • -ઓપરેટિંગ સિસ્ટમ,
    • – બેટરી લેવલ,
    • -સિગ્નલ સ્ટ્રેન્થ,
    • – બ્રાઉઝર,
    • – મોબાઇલ નેટવર્ક,
    • – ISP,
    • -ભાષા (લેન્ગવેજ)
    • -IMEI નંબર સામેલ છે.

આ પણ વાંચોઃ WhatsAppની નવી પ્રાઇવેસી પોલિસીમાં શું છે?, એક્સેપ્ટ કરો નહી તો ડિલેટ થશે એકાઉન્ટ

કોઇ જ માહિતી બાકી નહીં બચે

    • ઉપરાંત યુઝર કેટલા મેસેજ કરે છે
    • -કેટલી કોલ કરી છે
    • -પ્રોફાઇલ ફોટો
    • -લાસ્ટ સીન
    • -સ્ટેટસ
    • -ગ્રુપ એકાઉન્ટ પણ આ ડેટામાં સામેલ છે. તેથી યુઝર્સની કોઇ માહિતી બચશે નહીં.

ઘણા વોટ્સએપ પોલિસીથી નારાજ

આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ વોટ્સએપ પોલિસીથી નારાજ છે અને તેઓ બીજા વિકલ્પ શોધી રહ્યા છે. ઘણા લોકો વોટ્સએપ છોડી Signal, Telegram જેવી એપ તરફ વધી રહ્યા છે. ઘણા વિચારી રહ્યા છે તેમના એકાઉન્ટ અનસ્ટોલ( Delete WhatsApp account)કરી દઇએ, જેથી તેમના ડેટા બચી જાય.

વોટસએપ અનસ્ટોલ કરવાથી પણ ડેટા સુરક્ષિત નહી

એપ અનસ્ટોલ કરવાથી પણ યુઝર્સના ડેટા સુરક્ષિત રહેશે નહીં. કારણ કે ( Delete WhatsApp account) કરવા છતાં ડેટા તેના સર્વરમાં રહી જશે. તેથી ડેટા સુરક્ષિત કરવા માટે તમારે જાતે બધા ડેટા ડિલીટ કરવા પડશે. તેથી યુઝર્સે મોબાઇલમાંથી વોટ્સએપને ડિલીટ કરવા માટે કેટલાક સ્ટેપને અનુસરવું (ફોલો) કરવું પડશે. જેનાથી એકાઉન્ટમાંનો તમામ કાયમ માટે વોટ્સએપ ડેટા ડિલીટ થઇ જશે.

આ પણ વાંચોઃ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ WhatsApp નહી Signal યૂઝ કરે છે, જાણો કેમ?

આવી રીતે કરો WhatsApp ડેટા ડિલીટ

    • -સૌથી પહેલાં તમે પોતાના ફોનમાં WhatsApp ઓપન કરો. જો એન્ડ્રોઇડ ફોન છે, તો જમણી બાજુ ઉપર 3 ડોટ્સ દેખાશે. તેના પર ટેપ કરી દો.
    • – પછી કેટલાક વિકલ્પ મળશે. તેમાંથી Account ઓપશન પર ક્લિક કરવાનું છે.
    • -ત્યાર પછી Delete My Account પર ટેપ કરવાનું રહેશે.
    • -તે કર્યા પછી એક નવું પેજ ઓપન થશે. તેમાં ફરી Delete My Account પર ટેપ કરવાનું છે.
    • – પછી Delete બટન દબાવતા પહેલાં તેનું કારણ જણાવવું પડશે.
    • -ત્યાર પછી ફરી એક વાર Delete My Account પર ટેપ કરવાનું રહેશે.
    • આમ તમારું એકાઉન્ટ ડિલીટ થઇ જશે.

ફેસબુક સાથે ભાગીદારી લંબાવવા આ પગલું  Delete WhatsApp account news

એવું જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપે આપગલું ફેસબુક સાથે પોતાની ભાગીદારી લંબાવવા માટે લીધું. જે તેના માટે લાભકારક સાબિત થશે. પરંતુ તેનાથી કરોડો યુઝર્સની અંગત માહિતી સાથે ચેંડા થઇ જશે. જેના કારણે યુઝર્સ ઘણા સવાલ ઊઠાવી રહ્યા છે. પણ વોટ્સએપ તેના કોઇ જવાબ આપી રહ્યું નથી.

આ પણ વાંચોઃ બજેટ પર પણ પડી શકે છે કોરોનાની માર, કોવિડ સેસ લગાવવાની તૈયારીમાં સરકાર

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9