નવી દિલ્હી: ભારતીય અને ચીની સૈનિકોની અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક અથડામણની ઘટનાને લઇને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, સીડીએસ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેના પ્રમુખ, વિદેશ સચિવ અને સંરક્ષણ સચિવ પણ સામેલ થશે. સંસદને રાજનાથ સિંહ સંબોધિત પણ કરી શકે છે. આ મુદ્દા પર સંસદમાં હંગામો થઇ શકે છે કારણ કે કોંગ્રેસના કેટલાક નેતા સંસદના બન્ને સદનમાં ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ લાવવાના છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે ભારતીય અને ચીની સૈનિકોની અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક એક સ્થન પર 9 ડિસેમ્બરે અથડામણ થઇ હતી. જેમાં ‘બન્ને પક્ષના કેટલાક જવાન સામાન્ય રીતે ઘાયલ થયા હતા.’ ભારતીય સેનાએ સોમવારે આ જાણકારી આપી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને લખ્યુ હતુ, “એક વખત ફરી આપણા સૈનિકોને ચીને ઉકસાવ્યા છે. આપણા સૈનિકોએ બહાદુરીથી મુકાબલો કર્યો અને કેટલાક જવાન ઘાયલ પણ થયા. અમે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર રાષ્ટ્રના રૂપમાં એક છીએ અને તેનું રાજનીતિકરણ નહી થવા દઇએ પરંતુ મોદી સરકારે LAC પર ચીનની આક્રમકતા અને એપ્રિલ 2020થી થઇ રહેલા નિર્માણ કાર્યને લઇને ઇમાનદાર હોવુ જોઇએ.”
આ પણ વાંચો: LACમાં ઘુસ્યા 300 ચીની સૈનિક, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ, સરકારે આ મુદ્દા પર સંસદમાં ચર્ચા કરાવીને દેશને વિશ્વાસમાં લેવો જોઇએ, અમે પોતાના જવાનોની વીરતા અને બલિદાનના ઋણી છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યુ હતુ, “ભારતીય સેનાના શૌર્ય પર અમને ગર્વ છે. સીમા પર ચીનની હરકતો પુરી રીતે અસ્વીકાર્ય છે. છેલ્લા બે વર્ષથી અમે વારંવાર સરકારને જગાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ મોદી સરકાર માત્ર પોતાની રાજનીતિક છબીને બચાવવા માટે આ ઘટનાને દબાવવામાં લાગી છે, જેનાથી ચીનનું દુસાહસ વધતુ જઇ રહ્યુ છે.”
જયરામ રમેશે આરોપ લગાવ્યો કે, દેશથી મોટો કોઇ નથી પરંતુ મોદીજી પોતાની છબીને બચાવવા માટે દેશને ખતરામાં મુકી રહ્યા છે, તેમણે કહ્યુ, ઉત્તરી લદ્દાખમાં ઘુસણખોરી સ્થાયી કરવાના પ્રયાસમાં ચીને ડેપસાંગમાં LACની સીમામાં 15-18 કિલોમીટર અંદર 200 સ્થાયી શેલ્ટર બનાવી દીધા, પણ સરકાર ચુપ રહી. હવે આ નવી ચિંતાજનક ઘટના સામે આવી છે.
Advertisement