Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજસીટોકમાં સંડોવાયેલા આરોપીના કોર્ટે જામીન ફગાવ્યા

ગુજસીટોકમાં સંડોવાયેલા આરોપીના કોર્ટે જામીન ફગાવ્યા

0
96

આકીબ છીપા, અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાઓમાં 11થી વધુ ગુન્હામાં સંડોવાયેલા આરોપી સામે કરવામાં આવેલી (ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એકટ 2015) ગુજસીટોકની કાર્યવાહીમાં જામીન મેળવવા આરોપી તરફે દાખલ કરવામાં આવેલી અરજી અમદાવાદની સ્થાનિય કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

કોર્ટે આરોપી મહમદ મલેકની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે આરોપી ગેડિયા ગેંગનો સભ્ય છે અને હાઈ-વે પર વાહનોમાંથી ચોરી કરવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગેંગના સભ્યો દ્વારા પોલીસ પર પણ હુમલા કરવામાં આવ્યા છે અને ઘણા સભ્યો હજી પણ ફરાર છે. જેથી આ કેસમાં વધુ તપાસની જરૂર હોવાથી આરોપીને જામીન આપી શકાય નહિ.

આ પણ વાંચો: કોણ કહે છે… ડોકટર બનવા વય જરૂરીઃ 64 વર્ષની વયે MBBS કરે છે આ દાદા

આ મુદ્દે સરકારી વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે હાલના આરોપી ગેડિયા ગેંગ સક્રિય સભ્ય છે અને અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને અન્ય સ્થળો પર સિન્ડિકેટમાં ગુનાને અંજામ આપે છે. આરોપી હાઈવે પર ચાલુ વાહનોમાંથી કીમતી વસ્તુ ચોરી પોતાની ગાડીમાં મૂકી પલાયન થઈ જતાં હતા. આ ગેંગ દ્વારા પોલીસ પર પણ હુમલા કરવામાં આવ્યા છે, જેથી આ ગેંગથી પોલીસ પણ સુરક્ષિત નથી. આ ગેંગના સભ્યો સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ123 ગુના દાખલ થયેલા છે. જેથી આરોપીની જામીન અરજી ફગાવી દેવી જોઈએ.

આ મુદ્દે અરજદારના વકીલ તરફે રજૂઆત કરવામાં આવી છે કે મોટાભાગના ગુનામાં આરોપી જામીન પર મુક્ત છે. આરોપી સામે 11 પૈકી 9 ગુના IPCને લગતા નથી. આરોપી આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ નથી અને જમીનના તમામ નિયમોનું પાલન કરશે.જેથી તેમને જામીન આપવામાં આવે.

આ પણ વાંચો: મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ધોરડો ખાતે ચિંતન શિબિર યોજાશે

આ સમગ્ર કેસની વિગત એવી છે કે આરોપી સામે સુરેન્દ્રનગર ગ્રામ્યમાં આવેલા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક (ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ એકટ 2015) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9