Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > ગુજરાતમાં બીજેપીને હાર આપવી મુશ્કેલ જ નહીં પણ નામુમકિન છે

ગુજરાતમાં બીજેપીને હાર આપવી મુશ્કેલ જ નહીં પણ નામુમકિન છે

0
148

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીએ કોંગ્રેસ-આપના સૂપડા સાફ કરી નાંખ્યા છે. તેથી પુરવાર થઈ ગયું છે કે ગુજરાતમાં બીજેપીને હરાવવી મુશ્કેલ નહીં પણ નામુમકિન છે. ગુજરાતીઓના લોહીમાં ડાયાબિટિશની જેમ બીજેપી ભળી ચૂકી છે. કેટલીક જ્ઞાતિના લોકો દિવસભર કાળી મજૂરી કરતાં હોય છે, મોંઘવારી અને બેરોજગારીથી હેરાન-પરેશાન પણ હોય છે. જોકે, ચૂંટણી વખતે તેઓ વોટ તો બીજેપીને જ આપે છે. જોકે, તેમને પોતાને જ ખબર હોતી નથી કે, તેમને બીજેપીને વોટ આપીને શું ફાયદો થવાનો છે. જોકે, અત્યાર સુધી તો બીજેપીને વોટ આપવાથી ગુજરાતીઓના જીવન સ્તરમાં કોઈ સારો એવો સુધારો થયો હોય તેવું દેખાઇ રહ્યું નથી.

ગુજરાતની કેટલીક ઇતર જાતિઓ કે જેમના લોહીમાં બીજેપી ભળી ગઈ છે તેમના દમ ઉપર પાછલી બે સદીઓથી ગુજરાતમાં બીજેપી રાજ કરી રહી છે. મોંઘવારી, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભૂખમરો, શહેરોની ખરાબ સ્થિતિ વગેરે જેવી અનેક સમસ્યાઓ સતત નજર અંદાજ થતી રહી છે. ગુજરાતની આ જ્ઞાતિઓ પરિવર્તન લાવવા માંગતી નથી. તેથી બીજેપીના ગણ્યા-ગાંઠ્યા હુકમરાહો ચિંતામુક્ત બની ગયા છે. તેમને લાગી રહ્યું છે કે, ગુજરાતના નાગરિકોની મનોસ્થિતિ પર તેમની હુકુમત છે. જનતા તેમના વગર જીવંત રહી શકે તેમ નથી.

જોકે, હવે કેટલા વર્ષ સુધી આવી સમસ્યાઓ સામે ગુજરાતીઓ ઝઝૂમતા રહેશે તે આવનારો સમય જ બતાવશે. કારણ કે હવે મોંઘવારી ધાર્યા કરતાં વધારે સ્પીડથી વધવા લાગી છે. ઇધણ સિવાય ખાદ્ય તેલ લોકોનું બજેટ ખોરવી રહ્યું છે. મહિનાના દસ હજાર ઘર ચલાવવા માટે ઓછા પડી રહ્યાં છે. મીડલ ક્લાસને પણ ફાંકા કરવાના દિવસો આવી ગયા છે. ગરીબો તો પાછલા ઘણા વર્ષોથી ફાંકા જ કરી રહ્યાં છે. જોકે, હવે મીડલ ક્લાસ પોતે પણ ભેગી કરેલી પોતાની બચત વાપરવા લાગ્યો છે.

જે ઇતર જ્ઞાતિઓ આંખો બંધ કરીને બીજેપીને વોટ આપી રહી છે, તેઓ મોટાભાગે પશુ-પાલન અને ખેતી સાથે જોડાયેલા છે. તેથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા તેમની પોતાની સ્થિતિ કફોડી બની જશે. વધી રહેલી મોંઘવારીના કારણે ખેડૂતોનું જીવન ધોરણ સતત નીચે આવી રહ્યું છે. જો પેટ્રોલ-ડીઝલની કિંમત પર મોદી સરકાર બ્રેક લગાવશે નહીં તો આવનારા સમયમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડાઓ ચોક્કસ રીતે વધી શકેે છે. કેમ કે, જે ખેતરને ખેડૂત 500 રૂપિયામાં ખેડાવતો હતો હવે તેના  800થી 1000 ચૂકવવા પડી રહ્યાં છે. તો બીજી તરફ તેની આવક પહેલા જેટલી જ સીમિત છે.

ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમો સાથે મળીને અનેક વ્યાપાર-ધંધો કરે છે. એકબીજાના ઘરે આવ-જા પણ કરે છે પરંતુ બંને વચ્ચે એક રીતની જે પાંતળી ભેદ રેખા 2002 દરમિયાન દોરી દેવામાં આવી છે તે બીજેપી માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહી હોવાનું કેટલાક નિષ્ણાતો કહી રહ્યાં છે. આવી કેટલીક ભેદરેખાઓની મદદથી બીજેપી સતત ગુજરાતમાં જીત મેળવી રહી છે. બીજેપી હિન્દુત્વના નામે મોંઘવારી, બેરોજગારી, શિક્ષણનું વ્યાપારીકરણ વગેરે જેવા મુદ્દાઓને નજર અંદાજ કરવામાં સફળ રહી છે. તેનો જીવતો જાગતો પુરાવો આજની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, જેમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે લોકોએ કમળનું ફુલ ખીલવ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat