Gujarat Exclusive > યુથ > મનોરંજન > દીપિકા JNU પહોંચી તો સોશિયલ મીડિયા પર થયો દ્વંદ્વ યુદ્ધ, નેતાઓથી લઇને સ્ટાર્સ સામસામે

દીપિકા JNU પહોંચી તો સોશિયલ મીડિયા પર થયો દ્વંદ્વ યુદ્ધ, નેતાઓથી લઇને સ્ટાર્સ સામસામે

0
586

દિલ્હીની જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (JNU)માં હિંસા પછી બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણે કેમ્પસમાં જઇને હલચલ ઉભી કરી નાંખી છે. હિસા વિરૂદ્ધ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉતરેલ દીપિકાના એક તરફ વખાણ થઇ રહ્યાં છે તો બીજી તરફ તેના વિરૂદ્ધ અવાજ પણ ઉઠી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર દીપિકાના આ પગલાથી ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે. #ISupportDeepikaથી લઇને #boycottchhapaak સુધી ટ્વિટર પર ટ્રેડ કરી રહ્યાં છે અને આ લડાઈમાં નેતાઓથી લઇને બોલીવૂડના સિતારાઓ પણ સોશિયલ મીડિયા પર ઉતરી આવ્યા છે.

દીપિકાની ફિલ્મ છપાક આ અઠવાડિયે 10 જાન્યુઆરીએ રિલીઝ થવા જઇ રહી છે. આ કારણ છે કે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દીપિકાને જેએનયૂ જવાને લઇને પ્રશ્ન ઉભા કરી રહ્યાં છે. સાથે જ કેટલાક લોકોએ દીપિકાની ફિલ્મ છપાક જોઇને જેએનયૂ હિંસાના વિરોધમાં ઉભા રહેવાની અપીલ કરી છે.

મશહૂર ડાયરેક્ટર અનુરાગ કશ્યપે દીપિકાના આ નિર્ણયના વખાણ કરતાં લોકોને દીપિકાની આવનાર ફિલ્મ છપાક જોઇને જેએનયૂ હિંસા વિરૂદ્ધ પોતાનું સમર્થન આપવાની અપીલ કરી છે. જ્યારે જેએનયૂ વિદ્યાર્થી રહેલ કનૈયા કુમારે દીપિકાનો આભાર વ્યક્ત કરતાં લખ્યું છે કે, બની શકે કે તમારે આજે ટ્રોલનો સામનો કરવો પડી શકે પરંતુ તમારા સાહસ માટે તમને ઈતિહાસ યાદ રાખશે.

આમ કનૈયા કુમારે કહેલી વાત પણ સાબિત થઇ અને દિપિકાને કેટલાક ટ્રોલર્સનો સામનો પણ કરવો પડ્યો. તે ઉપરાંત બીજેપી સાથે જોડાયેલા નેતાઓ અને પ્રવક્તાઓએ પણ દીપિકાની ટીકા કરી. દિલ્હીથી બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ 1984ના સિખ વિરોધી દંગાઓને યાદ કર્યા અને દીપિકાને જેએનયૂ જવા પર પ્રશ્ન ઉભા કર્યા.

જેએનયૂ વિદ્યાર્થી રહેલ ઉમર ખાલિદે દીપિકાના આ પગલાને લઇને બોલિવૂડની ખાન તિકડી પર પ્રશ્ન ઉઠાવતા લખ્યું કે, ખાન અંદલ્સ, જમીર જીવંત હોય તો હવે તો કંઇક બોલો. ઉમરે પોતાના ટ્વિટમાં આમિર, સલમાન અને શાહરૂખને ટેગ કર્યા.

આજે ભારત બંધ, પશ્ચિમ બંગાળમાં રોકવામાં આવી ટ્રેનો