Gujarat Exclusive > યુથ > મનોરંજન > દિપીકા પાદુકોણ કોરોના પોઝિટિવ, પિતા પણ હોસ્પિટલમાં દાખલ

દિપીકા પાદુકોણ કોરોના પોઝિટિવ, પિતા પણ હોસ્પિટલમાં દાખલ

0
40

મુંબઇ: બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ કોરોના પોઝિટિવ થઇ છે. જોકે, આ મામલે તેની તરફથી કોઇ ઓફિશિયલ પૃષ્ટી કરવામાં આવી નથી. આઇઆઇએફએ વેબસાઇટે મંગળવારે એક ટ્વીટમાં જણાવ્યુ કે દીપિકા પાદુકોણ કોવિડ-19 પોઝિટિવ થઇ છે. ટ્વીટમાં તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવામાં આવી છે.

આ સમાચારની પૃષ્ટી કરતા મનોરંજન ઉદ્યોગના ટ્રેકર રમેશ બાલાએ ટ્વીટ કરતા કહ્યુ કે અભિનેત્રી દિપીકા પાદુકોણ કોવિડ પોઝિટિવ આવી છે. રમેશે તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી છે. દિપીકા અત્યારે પોતાના પરિવાર સાથે બેંગલુરૂમાં છે. આ પહેલા મંગળવારે તેના પિતા બેડમિન્ટન સ્ટાર રહેલા પ્રકાશ પાદુકોણને તાવને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિપીકાની માતા ઉજાલા પાદુકોણ અને નાની બહેન અનીશા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

દિપીકા પાસે આગામી મહિનામાં કેટલીક હાઇ પ્રોફાઇલ ફિલ્મો છે, તે 83માં પતિ રણવીર સિંહ સાથે જોવા મળશે, જે 1983માં ભારતની પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપ જીતનારી જીતની ગાથાને દર્શાવે છે. જેમાં રણવીર ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં છે, જ્યારે દિપીકાએ કપિલની પત્ની રોમીનો રોલ નીભાવ્યો છે.

તે અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથે પણ એક ફિલ્મમાં હશે, આ સિવાય શકુન બત્રાની અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે પણ તેણે એક ખાસ ભૂમિકામાં જોવામાં આવશે, જોકે ફિલ્મના નામનો ખુલાસો થયો નથી.

દિપીકા બિગ બી સાથે ધ ઇન્ટર્ન, જ્યારે રિતિક રોશન સાથે ફાઇટરમાં કામ કરતી જોવા મળશે, સુત્રો અનુસાર, તે શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ પઠાણમાં પણ જોવા મળશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat