Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > દીપક ચહરની સિદ્ધિ, ત્રણ દિવસમાં બીજી વખત ઝડપી હેટ્રિક

દીપક ચહરની સિદ્ધિ, ત્રણ દિવસમાં બીજી વખત ઝડપી હેટ્રિક

0
735

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહરે ત્રણ દિવસની અંદર બીજી વખત ટી-20 હેટ્રિક ઝડપી છે. સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં રાજસ્થાન માટે રમતા વિદર્ભ વિરૂદ્ધ દીપક ચહરે પોતાની હેટ્રિક ઝડપી હતી. વિદર્ભ ટીમના જ ઘરેલુ મેદાન પર દીપકે ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં બાંગ્લાદેશ વિરૂદ્ધ હેટ્રિક ઝડપી હતી.

રવિવારે દીપક ચહરે બાંગ્લાદેશ વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં હેટ્રિક ઝડપી હતી જ્યારે મંગળવાર બપોરે તેણે ઘરેલુ ટી-20 મેચમાં તિરૂવનંતપુરમના મેદાન પર વિદર્ભની ટીમ વિરૂદ્ધ ત્રણ બોલમાં ત્રણ વિકેટ ઝડપી છે. દીપક ચહરે એક જ ઓવરમાં ચાર વિકેટ પોતાના નામે કરી છે, જેમાં એક હેટ્રિક પણ શામેલ છે, જે ઓવરના અંતિમ ત્રણ બોલમાં ઝડપી હતી.

એક જ ઓવરમાં ઝડપી 4 વિકેટ

દીપક ચહરે પોતાના કોટાની ત્રીજી અને રાજસ્થાન તરફથી 13મી ઓવરના પ્રથમ બોલ પર વિદર્ભના બેટ્સમેન રૂષભ રાઠોડને પેવેલિયન મોકલ્યા હતા. આ ઓવરના ચોથા બોલ પર દીપક ચહરે દર્શન નાલકંડે, પાંચમા બોલ પર શ્રીકાંત વાઘ અને અંતિમ બોલ પર અક્ષય વાડેકરને આઉટ કર્યા હતા અને પોતાની હેટ્રિક ઝડપી હતી. દીપક ચહરે આ મેચમાં કુલ 3 ઓવર બોલિંગ કરી હતી જેમાં એક ઓવર મેઇડન હતી. આ 3 ઓવરમાં તેણે માત્ર 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

SMAT 2019માં પ્રથમ હેટ્રિક ચહરના નામે

દીપક ચહરે બાંગ્લાદેશ વિરૂદ્ધ નાગપુરમાં હેટ્રિક ઝડપી ઇતિહાસ રચી દીધો છે. ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તે હેટ્રિક ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો હતો. બીજી તરફ સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની આ સીઝનમાં પ્રથમ હેટ્રિક પણ દીપક ચહરના નામે જ દર્જ થઇ ગઇ છે. આ વાતનો અંદાજો લગાવી શકાય કે તેના સ્ટાર બુલંદીઓ પર છે.

આતુરતાનો અંત! અજય દેવગનની ફિલ્મ ‘તાનાજી‘ની રિલીઝ ડેટ જાહેર