Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > અરબી સમુદ્રમાં ‘ગતિ’ વાવાઝોડું સક્રિય, માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના

અરબી સમુદ્રમાં ‘ગતિ’ વાવાઝોડું સક્રિય, માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના

0
112
  • સૌરાષ્ટ્રના જાફરાબાદ અને વેરાવળ બંદર પર 2 નંબરનું સિગ્નલ

Cyclone Gati In Arabian Sea: અરબી સમુદ્રમાં ‘ગતિ’ નામનું વાવાઝોડું (Cyclone Gati) સક્રિય થયું છે. જે વધારે શક્તિશાળી બની આગળ તરફ વધી રહ્યું છે. આ વાવાઝોડાના પગલે માછીમારોને દરિયો ના ખેડવાની અપીલ કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ‘ગતિ’ વાવાઝોડું (Cyclone Gati In Arabian Sea) સોમાલિયાના દરિયા કાંઠે ટકરાઈ શકે છે. જેથી ગુજરાત માટે કોઈ ચિંતા નથી, પરંતુ વાવાઝોડાના (Cyclone Gati) પગલે ઠંડી વધવાની શક્યતા નકારી શકાય નહીં.

દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશનના સર્જાવાના કારણે તકેદારીના ભાગરુપે સૌરાષ્ટ્રના માંગરોળ, જાફરાબાદ અને વેરાવળ બંદરો પર ભયસૂચક બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યાં છે. આ સિવાય દરિયો ખેડતા માછીમારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. Cyclone Gati In Arabian Sea

આ પણ વાંચો: સરકારનો રાજ્યના 4 શહેરોમાં નાઈટ કરફ્યુનો નિર્ણય હાસ્યાસ્પદ: કોંગ્રેસ

વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ માછીમારી કરવા ગયેલી બોટોને પરત લાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. Cyclone Gati In Arabian Sea