Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > દેશભરમાં ઘટી રહેલ રોજગાર અને વધી રહેલ આત્મહત્યા

દેશભરમાં ઘટી રહેલ રોજગાર અને વધી રહેલ આત્મહત્યા

0
623

ઓગસ્ટ, 2019માં બે લોકોના નિવેદન આવ્યા. એક તો વિશ્વના ‘સુપર પાવર’ અમેરિકાના રાષ્ટ્રપતિ ટંમ્પ દ્વારા કહેવામાં આવ્યું કે, અમેરિકન વ્યવસ્થા મંદીમાં નથી અને કેટલાક લોકો મંદીની વાત તે માટે કરે છે કે, તેઓ મંદીને જોવા માટે ઉતાવળા છે. બીજું નિવેદન સૌથી મોટા ‘લોકતંત્ર’ના નાણામંત્રી નિર્મલા સીતારમણનું, તેમને એક સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે, દેશમાં આર્થિક મંદીની અફવા ફેલાવવી અર્થવ્યવસ્થાને ચોપટ કરવાનું ષડયંત્ર છે અને રાજકીય અસ્થિરતાને ઉતપન્ન કરવાની એક કુટિલ ચાલ છે.

એક તરફ તો ટ્રમ્પ 18 ઓગસ્ટે કહ્યું કે, અમેરિકન ઈકોનોમીનું સ્વાસ્થ્ય એકદમ ઠીક છે પરંતુ બીજા જ દિવસે 19 ઓગસ્ટે કહ્યું કે, અમેરિકન ફેડરલ રિઝર્વ (અમેરિકન સેન્ટ્રલ બેન્ક)ને સંકટ દરમિયાન ચલાવનાર ‘મની-પ્રીટિંગ’ કાર્યકમ તરફ ફરવું જોઈએ. વ્યાજમાં ઘટાડો ના કરવાને લઈને ટ્રમ્પે ફેડરલ રિઝર્વ બેંકના પ્રમુખ જેરોમ પોવેલની ટીકા કરી છે અને એક ટ્વિટમાં ‘ક્લૂસેસ’ની સંજ્ઞા આપી છે. 2.1 ટકાની વાર્ષિક ગતિથી વધી રહેલ અમેરિકન અર્થવ્યવસ્થા પાછલી ત્રિમાસીકગાળામાં ઘટાડો થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટંમ્પની બેવડી વાત પર લોકો માથામાં હાથ ફેરવી લે છે અથવા હસી નાંખે છે. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણનું વક્તવ્ય કે, ‘અર્થવ્યવસ્થાને ચોપટ કરવાનું ષડયંત્ર છે’ આ નિવેદન ટ્રમ્પના નિવેદન કરતાં પણ વધુ હાસ્યાસ્પદ છે. આ નિવેદન સાંભળીને ઘણા બધા બુદ્ધિજીવીઓ ચોક્કસ રીતે ખડખડાટ કરતાં હસી પડ્યા હશે.

નેશનલ સેમ્પલ સર્વે (એનએસએસઓ)નો રિપોર્ટ જણાવે છે કે, ભારતમાં બેરોજગારી દર 45 વર્ષમાં સૌથી વધારે 6.1 ટકા થઇ ગયો છે, જ્યારે કેટલાક સર્વે, બેરોજગારીનો દર 8 ટકાથી વધારે બતાવી રહ્યાં છે. પોતે રિઝર્વ બેંકના ગવર્નર 3-6 જૂન, 2019ની મૌદ્રિક નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં કહી ચૂક્યા છે કે, ભારતીય અર્થવ્યવસ્થા સ્પષ્ટ રીતે પોતાની સ્પીડ ગુમાવી રહી છે. આ બેઠકમાં રિઝર્વ બેંકના ડિપ્ટી ગવર્નર વિરલ આચાર્યેએ કહ્યું કે, “આર્થિક વૃદ્ધિની તસવીર મિશ્રિત છે, વિકાસ દરને છ ટકાથી ઘટાડીને 5.75 ટકા કરવાના પક્ષમાં છું” જેમનું સમર્થન સમિતિના અન્ય ત્રણ સભ્ય રવિન્દ્ર એચ. ઢોલકિયા, પામી દુઆ અને ચેતન ઘાટેએ પણ કર્યો છે. 7 ઓગસ્ટ, 2019ની મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું છે કે, “જૂન 2019 પછી આર્થિક ગતિવિધીઓથી એવા સંકેત મળી રહ્યાં છે કે, ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી વધુ વધી રહી છે.” નાણામંત્રી જી શું આરબીઆઈના ગવર્નર પણ અફવા ફેલાવીને અર્થવ્યવસ્થાને તોડી પાડવા માંગે છે, તમારી નજરમાં તે પણ એક ષડયંત્ર છે.

મંદીની માર

કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધારે (પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી 10 કરોડ લોકોને) રોજગાર ઉપલબ્ધ કરાવનાર ટેક્સટાઇલ (કપડા) સેક્ટરની સ્થિતિ ખુબ જ ખરાબ છે. નોર્ધન ઈન્ડિયા ટેક્સટાઈલ્સ મિલ્સ એસોસિએશન અનુસાર ભારતીય કપડા ઉદ્યોગ સૌથી મોટો સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કેન્દ્રીય અને રાજ્ય જીએસટી અને બીજી ટેક્સોના કારણે ભારતીય સૂત ઈન્ટરનેશનલ માર્કેટમાં પ્રતિસ્પર્ધા લાયક રહ્યું નથી.

એપ્રિલથી જૂનના ત્રણ માસિકમાં કોટનના દોરાઓમાં નિકાસમાં પ્રતિ વર્ષ 34.6 ટકાનો ઘટાડો થયો છે. જૂન મહિનામાં તો આમાં 50 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે જેના કારણે કપડાઓ માટે દોરા તૈયાર કરનાર એક તૃતિયાંશ મિલો બંધ થઈ ગઈ છે. આ મંદીથી ખેડૂતો પર ખતરો મંડરાઇ રહ્યો છે, કેમ કે દોરા તૈયાર કરનાર મિલો પાસે કપાસ ખરીદવા માટે પૈસા નથી. ‘નોર્ધન ઈન્ડિયા ટેક્સટાઇલ મિલ્સ એસોસિએશન’એ 20 ઓગસ્ટ, 2019ને સમાચાર પત્રમાં જાહેરાત આપીને જણાવ્યું છે કે, તેમના વેપારમાં 34.6 ટકાનો ઘટાડો આવ્યો છે. ટેક્સટાઈલ એસોસિએશને કહ્યું છે કે, આના કારણે 25-50 લાખ નોકરીઓ જશે.

મોદીએ 7 ફેબ્રુઆરી, 2019માં સંસદમાં પોતાની સરકારનો બચાવ કરતાં કહ્યું હતુ કે, “એક માત્ર પરિવહન સેક્ટરમાં જ એક કરોડ 25 લાખ લોકો માટે રોજગારની નવી તકો મળી છે. ચાર વર્ષમાં 36 લાખ ટ્રક અથવા વ્યાપારિક વાહન વેચાયા છે. દોઢ કરોડ પેસેન્જર વાહન અને 27 લાખથી વધારે ઓટોનું વેચાણ થયું છે.” તેમને વિપક્ષ પર તંજ કસતા કહ્યું કે, “આ બધી જ ગાડીઓને ખરીદનારાઓને તેમને શોભા માટે તેમને ખરીદી નથી. કોઈ ચાલકને તો રોજગાર મળ્યું હશે, કોઈ મિકેનિકને તો રોજગાર મળ્યું હશે.”

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોશિએશન (ફાડા)ના અધ્યક્ષ આશીશ હર્ષરાજ કાલે કહે છે કે, “વેચાણમાં ઘટાડાના કારણે ડીલરો પાસે શ્રમિકોની છંટણીનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. એપ્રિલ સુધી 18 મહિનાના સમયગાળા દરમિયાન 271 શહેરોમાં 286 શોરૂમ બંધ થયા છે, જેમાં 32,000 લોકોની નોકરી ગઇ છે. એપ્રિલ પછી ત્રણ મહિનામાં ડીલરશીપે બે લાખ શ્રમિકોની છંટણી કરી છે.”

વાહન નિર્માતાઓનું સંગઠન “સિયામ”ના આંકડાઓ અનુસાર ચાલું નાણાકિય વર્ષની એપ્રિલ-જૂન ત્રિમાસિકગાળામાં બધી જ શ્રેણીઓમાં વાહનોના વેચાણમાં 12.35 ટકાનો ઘટાડો થયો છે. વેચાણ ના થવાના કારણે ટીવીએસે બે દિવસ, હિરો મોટોકોર્પે ચાર દિવસ અને વોશ લિમિટેડ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની પણ માંગ અને ઉત્પાદનમાં તાલ બેસાડવા માટે નિર્માણને કેટલાક દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. જૂલાઈ 2018થી જૂલાઈ 2019માં વાહનોના વેચાણમાં આવેલ ઘટાડો કંઇક આવી રીતનો છે- મારૂતિ 36.29, હુંડાઈ 10.28, ટાટા 38.61, મહિન્દ્રા 14.91, હોન્ડા 48.67, ટોયટા 23.79, ટીવીએસ 15.72, સુઝુકી 16.96, બજાજ 15.12, અશોક લિલેન્ડ 28.89 ટકાનો ઘટાડો આવ્યો છે જેના કારણે લગભગ 10 લાખ લોકોએ પોતાની નોકરીઓથી હાથ ધોવા પડ્યા હતા. સરકાર કહે અથવા ના કહે પરંતુ વર્લ્ડ બેકના આંકડા જણાવે છે કે, પાછલા ત્રણ-ચાર વર્ષોમાં વિકાસમાં ઘટાડો આવ્યો છે.

સર્વે: ખેડૂત કરી રહ્યાં છે આત્મહત્યા, સરકારને એકમાત્ર ખુરશીની ચિંતા

મંદીના કારણે આત્મહત્યા

અર્થવ્યવસ્થાની હાલત એટલે સુધી પહોંચી ગઈ છે કે, 2500 કરોડનું વાર્ષિક વ્યાપાર કરનાર ‘કેફે કોફી ડે’ના માલિક વીજી સિદ્ધાર્થને આત્મહત્યા કરવી પડી જેમનો વ્યાપાર વિદેશોમાં પણ ફેલ થયો હતો. મંદીના કારણે સમ્પન્ન વર્ગમાં પણ આત્મહત્યાઓ થઈ રહી છે.

જમસેદપુરમાં બીજેપી આઈટી સેલના પ્રભારી કુમાર વિશ્વજીતના 25 વર્ષીય પુત્ર આશીષ કુમારે નોકરી જવાના ડરના કારણે આત્મહત્યા કરી લીધી. આશીષ ખજંગઝારની એક કંપનીમાં કામ કરી રહ્યો હતો જે ટાટા મોટર્સ માટે પાર્ટ્સ બનાવવાનું કામ કરી રહી હતી. આશીષના પિતાએ કહ્યું કે, ટાટા મોટર્સમાં પ્રોડક્શન ઘણા સમયથી રોકાયેલો હતો. જેની અસર આશીષની કંપની પર પડી રહી હતી અને આના કારણે તે ઘણા સમયથી ચિંતામાં હતો.

દહેરાદૂનમાં આવેલ પ્રેમનગર વિસ્તારના ધૂલકોટમાં 2 ઓગસ્ટે પિત્ઝાની દુકાન ચલાવનાર વ્યાપારીએ આત્મહત્યા કરી લીધી જેનું કારણ વ્યાપારમાં નુકશાન થવાનું જણાવવામાં આવી રહ્યું છે. દેવાથી હેરાન-પરેશાન ક્રિકેટર વીબી ચંદ્રશેખરે આત્મહત્યા કરી લીધી. કર્ણાટકના 36 વર્ષના વ્યાપારી ઓમ પ્રકાશે પરિવારના પાંચ લોકો સાથે આત્મહત્યા કરી લીધી જેનું કારણ વ્યાપારમાં નુકશાન હતો. 3 ઓગસ્ટે ટ્રકનો હપ્તો ના ભરી શકવાના કારણે હરિયાણા રહેવાસી 34 વર્ષિય દલજીત સિંહે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા કરનારાઓમાં માત્ર સાધારણ આદમી અથવા લઘુ રોજગાર બંધ થયેલા લોકોએ જ નહીં પરંતુ ઓદ્યોગિક ક્ષેત્રના દિગ્ગજ મનાતા લોકોના નામ પણ સામેલ છે. નાણા મંત્રીએ સરકારને આઈનો બતાવનાર લોકો પર આરોપ લગાવ્યો છે કે, આર્થિક મંદીની વાત કરનારાઓ અર્થવ્યવસ્થાને ચોપટ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે, જ્યારે સરકારે 1 જૂલાઈ 2019માં લોકસભામાં જાણકારી આપી છે કે, દેશમાં 6.8 લાખથી વધારે કંપનીઓ બંધ થઈ ગઈ છે.

શું કંપનીઓ બંધ થવી મંદીની નિશાની નથી, શું તે અર્થવ્યવસ્થાને ચોપટ કરવી અને સરકારેન રાજકીય અસ્થિરતા ઉત્પન્ન કરવાની એક કુટિલ ચાલ છે? જ્યાં પહેલા નોકરીઓ જવી મોટા સમાચાર બનતા હતા પરંતુ વર્તમાન સરકારમાં વિભિન્ન ક્ષેત્રોને જાહેરાતો આપીને કહેવું પડે છે કે, અમને બચાવો અમે મુશ્કેલીમાં છીએ. આમ વર્તમાન સ્થિતિમાં ભયાનક મંદીની વાસ્તવિકતાને સરકાર સ્વીકારવા માંગતી નથી. મોદી સરકાર અનુસાર દેશમાં “સબ ઠીક ઠાક હૈ”.