નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત ઓછી થતી જઇ રહી છે. કોરોના સંક્રમણના કેસ ભલે ઓછા થઇ રહ્યા હોય પરંતુ ખતરો હજુ પણ પુરી રીતે ટળ્યો નથી. કોરોના વાયરસને લઇને ત્રીજી લહેરની ચેતવણી પહેલા જ જાહેર કરવામાં આવી ચુકી છે. એવામાં સાવચેત રહેવાની જરૂરત છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 24 હજાર 354 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ દરમિયાન 234 દર્દીના મોત થયા છે. કોરોનાના નવા દર્દી મળ્યા બાદ હવે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 37 લાખ 91 હજાર 61 થઇ ગઇ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં અત્યાર સુધી કોરોનાથી 2 લાખ 73 હજાર 889 એક્ટિવ કેસ છે, જ્યારે 3 કરોડ 30 લાખ 68 હજાર 599 લોકો સ્વસ્થ થઇને પોતાના ઘરે જઇ ચુક્યા છે. બીજી તરફ અત્યાર સુધી કોરોનાથી 4 લાખ 48 હજાર 573 લોકોના મોત થઇ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી 89,74,81,554 લોકોને વેક્સીન લગાવવામાં આવી ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 69,33,838 લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી ચુકી છે.
કેરળમાં શુક્રવારે કોવિડ-19ના 13,834 નવા કેસ સામે આવવાની સાથે જ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 46,94,719 થઇ ગઇ છે. રાજ્યમાં આ સિવાય મહામારીથી 95 વધુ દર્દીના મોત બાદ મૃતકોની સંખ્યા 25,182 થઇ ગઇ છે.
રાજ્યની સ્વાસ્થ્ય મંત્રી વીણા જૉર્જે જણાવ્યુ કે રાજ્યમાં કોવિડ-19ના દર્દીની સંખ્યા 1,42,499 છે, જેમાંથી માત્ર 11.5 દર્દી હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ ગાંધીજી અને લાલ બહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી
મહારાષ્ટ્રમાં કોરોનાના 3,105 નવા કેસ સામે આવ્યા
મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના 3,105 નવા કેસ સામે આવ્યા છે તથા 50 સંક્રમિતોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ કેસ વધીને 65,53,961 થઇ ગયા છે તથા સંક્રમણને કારણે મૃતકોની સંખ્યા 1,39,117 પર પહોચી ગઇ છે. વિભાગ તરફથી આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યુ કે રાજ્યમાં 3,164 લોકો સંક્રમણથી બહાર આવ્યા છે તથા સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 63,74,892 થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં હવે 36,371 દર્દીની સારવાર ચાલી રહી છે.