Gujarat Exclusive > દેશ-વિદેશ > ખેડૂત આંદોલન પર બ્રિટનની સંસદમાં ચર્ચા, બ્રિટિશ મંત્રી બોલ્યા- “ભારતનો ઘરેલૂ મામલો”

ખેડૂત આંદોલન પર બ્રિટનની સંસદમાં ચર્ચા, બ્રિટિશ મંત્રી બોલ્યા- “ભારતનો ઘરેલૂ મામલો”

0
40

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો મુદ્દો પાછલા દિવસોમાં બ્રિટનની સંદમાં ચર્ચા થઈ. એક પીટિશન પર લાખો સાઈન થયા પછી બ્રિટિશ સંસદમાં તે મુદ્દો ઉઠાવવામાં આવ્યો, તે પછી ગઈકાલે એટલે 8 માર્ચે વિસ્તારથી ચર્ચા થઈ. જોકે, ભારત તરફથી તેના પર સખ્ત આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. લંડનમાં રહેલા ભારતીય હાઈકમીશને નિવેદન આપ્યું છે કે, એક ખોટા તથ્ય પર આધારિત અને એક તરફી ચર્ચા હતી.

ભારતીય હાઈકમીશન દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બ્રિટિશ સંસદમાં તથ્યોને ખોટા આરોપો સાથે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વિષયમાં ચર્ચા કરવામાં આવી, જે નિંદાત્મક છે. જ્યારે બ્રિટિશ સરકારમાં મંત્રી નાઈજલ એડમ્સનું કહેવું છે કે, એ ભારતનો ઘરેલૂ મામલો છે.

એવું પ્રથમ વખત બન્યું નથી કે, જ્યારે ભારતીય હાઈકમીશન દ્વારા બ્રિટન દ્વારા ખેડૂતોના આંદોલનના મુદ્દાને ઉઠાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી હોય. આનાથી પહેલા પણ હાઈકમીશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભારતનો ઘરેલૂ મામલો છે, એવામાં ખોટા તથ્યો સાથે તેમાં દખલગીરી કરવામાં આવે નહીં.

જણાવી દઈએ કે, બ્રિટિશ સંસદની વેબસાઈટ પર ખેડૂત આંદોલન પર ચર્ચા માટે પીટિશન નાંખી હતી, જેમાં એક લાખથી વધારે સાઈન થયા હતા. તે કારણે જ બ્રિટિશ સંસદમાં ખેડૂત આંદોલન પર ચર્ચા કરવી પડી.

ભારતીય હાઈકમીશને સ્પષ્ટ કર્યું છે કે, બ્રિટિશ અને દુનિયાની મીડિયા ભારતમાં ખેડૂત આંદોલનને ફોલો કરી રહ્યું છે, જે દર્શાવે છે કે, ખેડૂતો પર કોઈપણ રીતનું દબાણ બનાવવામાં આવી રહ્યું નથી. જ્યારે બ્રિટિશ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારત-બ્રિટનની મિત્રતા ખુબ જ જૂની છે અને બંને દેશ પરસ્પર સહયોગથી દ્વિપક્ષીય અને આંતરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે.

તમને જણાવી દઈએ કે, બ્રિટિશ સાંસદોની આ ચર્ચામાં અનેક સાંસદોએ ભાગ લીધો, કેટલાક લોકો મીટિંગ સ્થળ પર હતા, જ્યારે કેટલાક વર્ચ્યુઅલ રીતે જોડાયેલા હતા. આ ચર્ચા 90 મીનિટ સુધી ચાલી હતી. ખેડૂત આંદોલનથી પહેલા જ બ્રિટિશ સંસદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગુંજી ચૂક્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat