જામનગરમાં હર્ષદમિલની ચાલી વિસ્તારમાં એક વૃદ્ધનું બીમારીથી મૃત્યુ નીપજ્યું છે. જયારે મેઘપર પડાણા ગામેથી કોઈ પણ રીતે ઘવાયેલ મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે આ બનાવ અંગે ઓળખવિધિ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર જીલ્લામાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યો છે.
જેમાં જામનગરમાં હર્ષદમિલની ચાલી પાસે પટેલ નગર વિસ્તારમાં શેરી નં૦૩ના રહેતા મનસુખભાઇ ભીખુભાઇ સોલંકી ઉવ ૬૦ વાળાને ગઈ કાલે પોતાના ઘરે બીપી તથા ડાયાબીટીશની તકલીફ હોય તેના લીધે તકલીફ થતા સારવાર માટે જી.જી.હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવ લાલપુર તાલુકાના મેઘપર વિસ્તારમાંથી મળી આવ્યો છે.
જેમાંજામનગર નજીકના મેઘપર ગામ પાસેથી ગંભીર રીતે ઘવાયેલ એક યુવાન મળી આવ્યો હતો. ગત તા. ૧૬મીના રોજ મળી આવેલ આશરે ૩૫ વર્ષીય યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જામનગરમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે યુવાનની ઓળખ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.