Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ઇડરમાં મહિલાનું મોત થતાં સાસરીમાં બે સાવકી દીકરીઓ ઘરને તાળું મારી જતી રહી, કલાકો સુધી લાશ રઝળી

ઇડરમાં મહિલાનું મોત થતાં સાસરીમાં બે સાવકી દીકરીઓ ઘરને તાળું મારી જતી રહી, કલાકો સુધી લાશ રઝળી

0
48

ઇડરના ગોલવાડામાં બે સાવકી દીકરીઓએ થોડાક દિવસ અગાઉ મિલકત પચાવી પાડવા સાવકી માતાને તગેડી મૂકી હતી. ત્યારબાદ 27 એપ્રિલે મહિલાનું મોત થતાં મહિલાના પતિના ઘરે પિયરિયાં અગ્નિ સંસ્કાર માટે સાસરીમાં સવારે 9 વાગે લાવતા સાવકી દીકરીઓ ઘરને તાળું મારી પલાયન થઇ જતાં લાશ રઝળી પડી હતી. દરમિયાન પોલીસ અને 181 એ ફોન કરી બંને દીકરીઓને બોલાવી કાઉન્સેલિંગ કરી, સરપંચ અને મૃતકના સમાજના આગેવાનોની સમજાવટ બાદ બંને સાંજે 4.30 વાગે આવી પહોંચતાં સાડા સાત કલાક સુધી લાશ રઝળ્યા બાદ અંતિમ સંસ્કાર કરાયા હતા.

સમજાવટથી ઘરનું તાળું ખોલાવ્યું ગોલવાડામાં ભાવનાબેન મનહરભાઈ પરમારની બે સાવકી દીકરીઓએ થોડાક દિવસ પહેલા ભાવનાબેનને કડિયાદરા પિયરમાં તગેડી મૂકી હતી. 27 એપ્રિલે ભાવનાબેનનું મોત થતાં પિયરપક્ષ દ્વારા સવારના 9 વાગે લાશને તેના પતિના ઘરે અગ્નિ સંસ્કાર કરવા ગોલવાડા લાવતા સાવકી દીકરીઓ ઘરને તાળું મારી પલાયન થઈ ગઈ હતી. ગોલવાડા બીટ જમાદાર અખિલસિંહ, 181ના પી.સી. હેતલબેન અને કાઉન્સિલર નીલમબેન ગોલવાડામાં પહોંચી બંને દીકરીઓને ટેલિફોનથી વાત કરી ઘરે બોલાવતા આવી પહોંચતા બંનેનું કાઉન્સેલિંગ કરી સમજાવતાં સાંજે 4.30 વાગે આવી ઘરનું તાળું ખોલી ભાવનાબેનના અંતિમ સંસ્કાર કરાયા હતા.

વિવાદનો અંત લાવવા પ્રયાસ કરશે

આ પારિવારિક મિલકતનો ઝઘડો ગોલવાડાના સરપંચ વીરાજીએ જણાવ્યું આ પારિવારિક મિલકતનો ઝઘડો છે. મનહરભાઈને બે પત્ની હતી. પ્રથમ પત્નીના મોત બાદ બીજા લગ્ન કરેલા બીજી નંબરની પત્ની ભાવનાબેનનું મોત થયું હતું. બને પત્નીઓને સંતાનો છે. તેમના સમાજના આગેવાનોને સાથે રાખી આ વિવાદનો અંત લાવવા પ્રયત્ન કરીશું.

(અહેવાલ- ઉમંગ રાવલ, સાબરકાંઠા)

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat