અમદાવાદ: રખિયાલ ગુજરાત બોટલની પાછળ આવેલ બાબુ ટેક્ષટાઈલ્સ ઈન્ડરસ્ટીઝના બે માલિકો, કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝને કારખાનાની દિવાલ ઝરઝરીત હોવાની જાણ હોવા છતા મજૂરોને બોલાવીને કામ કરાવી રહ્યા હતા ત્યારે કારખાનાની એક દિવાલ ધરાશાહી થતા એક મજુર નું મોત થયુ હતુ. આ અકસ્માતમાં એક મજુરને ઈજાઓ થતા સારવાર માટે ખસેડયો હતો. આ ઘટના બાદ મૃતકના કાકાએ માલિક સહીતા ચાર શખ્સો વિરુદ્ધમાં સહઅપરધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાવ્યો હતો.
મુળ ઉત્તરપ્રદેશના અને હાલ ઓઢવમાં રામજીઆવન કેવટ તેમના ભત્રીજા સુરેશ કેવટ સાથે રહે છે. બંન્ને ગુજરાત બોટલીંગની પાછળ સાઈટ એસ્ટેટમાં જુબેરભાઈ શેખ તથા બિલાલ શેખની બાબુ ટેક્ષટાઈલ્સ ઈન્ડરસ્ટીઝ ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે. જેમાં શીવકુમાર રૈદાસના કોન્ટ્રાક્ટર નીચે સુરેશ અને રાજીવ બીજા કોન્ટ્રાક્ટરના નીચે મજૂરીકામ કરતો હતો. ગત બુધવારે રાકેશભાઈ અને તેમનો ભત્રીજો સુરેશ બંન્ને મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે સુરેશ જે જગ્યાએ કામ કરી રહ્યો તે જગ્યા પરની દિવાલ ધરાશાહી થઈ હતી. જેથી સુરેશ અને બીજી એક મહિલા કર્મચારી દિવાલ નીચે દટાઈ ગયા હતા. મજુરોએ ભેગા થઈને કાટમાળ નીચે દબાયેલ સુરેશ અને મહિલા કર્મચારીને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત સુરેશનું મોત નિપજ્યું હતું. જેથી આ કારખાનાના માલિક જુબેરભાઈ તથા બિલાલભાઈ અને કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટર શીવકુમાર તથા સુપરવાઈઝર સોહીલ
ઈમ્તીયાઝ ચૈહાણ કારખાનું ઝઝરીત હોવાનું જાણતા હોવા છતા મજુરો રાખી તેમની જીંદગી જોખમમાં મુકી કામ કરાવી રહ્યા હતા. જેથી મજુરનું મોત થયું અને અન્ય મહિલા મજુરને ઈજા થઈ હતી. મૃતક સુરેશના કાકા રામજીભાઈએ માલિક, કોન્ટ્રાકટર સહિત ચાર સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સહઅપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.