Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘ઑક્સિજનના અભાવે દર્દીઓના મોત ગુનાહિત કૃત્ય, નરસંહારથી ઉતરતુ ના કહેવાય’

‘ઑક્સિજનના અભાવે દર્દીઓના મોત ગુનાહિત કૃત્ય, નરસંહારથી ઉતરતુ ના કહેવાય’

0
25
  • ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ પર અલાહાબાદ હાઈકોર્ટની સખ્ત ટિપ્પણી

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર બની રહી છે. રાજ્યની તમામ હોસ્પિટલોમાં ઑક્સિજનના અભાવે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે. રાજ્યમાં ચોતરફ હાહાકારની સ્થિતિ છે. એવામાં અલાહાબાદ હાઈકોર્ટે સરકાર પર સખ્ત ટિપ્પણી કરી છે. Lack of Oxygen

આ સંદર્ભે કોર્ટે કહ્યું કે, હોસ્પિટલોમાં ઑક્સિજનનો પુરતો સપ્લાય ના થવાના કારણે કોરોના સંક્રમિત દર્દીઓના મોત એક ગુનાહિત કૃત્ય છે. આટલું જ નહીં, કોર્ટે સખ્ત શબ્દોમાં કહ્યું કે, આ એવા લોકો દ્વારા કરવામાં આવેલો નરસંહાર છે, જેમના પર ઑક્સિજન સપ્લાયની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો:  કોરોના સંકટ વચ્ચે માથુ ઉચકી રહ્યું છે ફંગલ ઈન્ફેક્શન ‘મ્યૂકોરમાઈકોસિસ’  Lack of Oxygen

 

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણથી દર્દીઓની હાલત કફોડી બની રહી છે. અનેક કેસોમાં ઑક્સિજનનું લેવલ સતત ઘટતુ જાય છે અને તેમને બચાવવા માટે ઑક્સિજનની જરૂરિયાત ઉભી થાય છે. જો કે રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને બીજી તરફ ઑક્સિજનની જરૂરી માંગની તુલનામાં પૂરતો સપ્લાય નથી થઈ રહ્યો. જેના પરિણામે અનેક હોસ્પિટલોમાં દર્દીઓ અકાળે અંતિમ શ્વાસ લઈ રહ્યાં છે. Lack of Oxygen

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશમાં કોરોનાના 25,858 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળામાં વધુ 352 મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2,72,568 પર પહોંચી ચૂકી છે. જ્યારે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 13,68,183 પર પહોંચ્યો છે. આ સિવાય મૃતકોનો આંકડો વધીને 13,798 પર પહોંચ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat