Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરાઃ કોરોનાથી મોત થયેલ બાળકીના મૃતદેહ ઉંચકવા કોઈ આગળ ન આવ્યું

વડોદરાઃ કોરોનાથી મોત થયેલ બાળકીના મૃતદેહ ઉંચકવા કોઈ આગળ ન આવ્યું

0
913

દેશમાં કોરોના વાયરસના કેસોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની આ મહામારીને જોતા દેશના પીએમ મોદીએ લોકડાઉનને વધુ આગળ વધારી દીઘો છે. જે કે, કોરોના વાયરસથી વડોદરામાં એક 14 વર્ષની બાળકીનું મોત થતા લોકોમાં હાલ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાળકીના અંતિમ સંસ્કાર 22 કલાક કરવામાં આવ્યા હતા. જેમાં આ બાળકીના મૃતદેહને ઉંચકવા માટે કોઈ તૈયાર ન હતું.

કોરોના વાયરસના હાહાકારે સરકારની ઉઘ હરામ કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાથી મોત થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. બાળકીના મૃતદેહને 22 કલાક બાદ સ્મસાનમાં લાવવામાં આવ્યો હતો. ગાઈડલાઈન પ્રમાણે બાળકીના તરત અંતિમ સંસ્કારની ક્રિયા કરવામાં આવી દેવી જોઈએ. પણ તેનું પાલન કરાયું ન હતું.

જયારે આ બાળકીનું મોત થયું હતું ત્યારે તેને લાવવા માટે કોઈ પણ પ્રકારની હોસ્પિટલ પાસે સુવિધા જોવા મળી ન હતી, જેથી તેના 22 કલાક બાદ સુવિધા કરી સમ્સાન લાવવામાં આવી હતી. જો કે સ્મશાનગૃહનાં કર્મચારીઓ અને એમ્બ્યુલન્સનાં કર્મચારીઓ વચ્ચે બાળકીનાં મૃતદેહને ઊંચકવા માટે પણ માથાકૂટ થઈ હતી. અંતે ડ્રાઈવર તૈયાર ન થતાં એમ્બ્યુલન્સનો એટેન્ડેન્ટ અને સ્મશાનનાં બે કર્મચારીઓ બાળકીનાં મૃતદેહને ઊંચકીને ગેસ ચેમ્બર સુધી લઈ ગયા હતા.

આમ બાળકીનું મોત મંગળવારે સાંજે 5 વાગ્યે થયું હતું. પણ તેના અંતિમ સંસ્કાર બુધવારે બપોરે 3 વાગ્યાની આસપાસ થયા હતા. બાળકીના અંતિમ સંસ્કાર માટે અંદાજે 22 કલાકનો સમય વીતી ગયો હતો. તંત્રની ઘોર બેદરકારીને કારણે આ નોબત આવી હતી. બાળકીના અંતિમ સંસ્કાર વખતે માતા-પિતા અને પરિવારજન બાળકીનું મોઢું પણ જોઈ શક્યા ન હતા.

ગુજરાતમાં કોરોના વાયરસે 14 વર્ષની બાળાનો લીધો જીવ