Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં Micro Containmentનો આંકડો વધીને 100ની નજીક પહોંચ્યો

અમદાવાદમાં Micro Containmentનો આંકડો વધીને 100ની નજીક પહોંચ્યો

0
37
  • સોમવારે Micro Containmentમાંથી 4 આઉટ અને 9 ઇન
  • દક્ષિણ પશ્ચિમ તથા દક્ષિણ ઝોનના 3-3 વિસ્તારનો સમાવેશ

અમદાવાદઃ અમદાવાદમાં સોમવારે કોરોનાના 160 નવા કેસ નોંધાયા. જ્યારે માઇક્રો કન્ટેનમેન્ટ (Micro Containment)નો આંકડો વધી ફરી 100ની નજીક પહોંચી ગયો

ગુજરાતમાં આજે કોરોનાના કેસોનો આંકડો 909 નોંધાતા ઘણાં સમય બાદ આજે પણ ગુજરાતમાં કેસોનો આંકડો 1,000 અંદર આવી ગયો છે. જો કે અમદાવાદમાં 160 કેસો નોંધાયા છે. પરંતુ અમદાવાદ શહેરમાં આજે માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી દૂર કરાયેલા વિસ્તારોની સામે ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા ફરી એકવાર વધ્યા છે.

એટલું જ નહીં પરંતુ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારનો આંકડો 100ની બહાર પહોંચી ગયો છે. તેના પરથી અમદાવાદ શહેરમાં કોરોનોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ (Micro Containment)નો પ્રભાવ વધ્યો હોય તેમ જણાય છે. આજે 9 જ નવા વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયાં છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: ગોકુલ હોટલ પાછળ 66 કરોડની કિંમતનો પ્લોટ ખાલી કરાવી કબજો મેળવ્યો

તેની સામે 4 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ (Micro Containment)વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમ સરવાળે દૂર કરાયેલા માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા વધુ છે. આજના માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જોતાં પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનો પ્રભાવ વધુ રહ્યો છે.

દક્ષિણ પશ્ચિમ ઝોન તથા દક્ષિણ ઝોનના 3, ઉત્તર પશ્ચિમ ઝોન 2 તથા પશ્ચિમ ઝોનના એક વિસ્તારનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 92 માઇક્રો કન્ટેન્મેન્ટ (Micro Containment)વિસ્તારો અમલમાં હતા.

4 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 9 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 92 વિસ્તારોમાંથી 4 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 88 પર પહોંચ્યો હતો.

તેની સામે નવા 9 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 97 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં દક્ષિણ પશ્ચિમ ઝોન તથા દક્ષિણ ઝોનના ત્રણ ત્રણ સ્થળો છે. જેમાં જોધપુર, વેજલપુર, સરખેજ, ખોખરા, વટવા તથા કાંકરિયા વિસ્તારોનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત જાહેર કરેલા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ (Micro Containment) વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા આવતીકાલે 27મી ઓક્ટોબરના રોજ સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ એસિડ એટેકની બીજી ઘટના : 5 સંતાનના પિતાએ પત્ની પર એસિડ ફેંક્યો,માતા-પુત્રી ગંભીર

આ સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતાં શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે તેમ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગે જણાવ્યું છે.