PBKSના 166/6 સામે DCના 3 વિકેટે 167 રન, પંજાબનો કેપ્ટન રાહુલ હેસ્પિટલમાં
અમદાવાદઃ IPL-14મી સીઝનની 29મી મેચમાં દિલ્હી કેપિટલ્સએ પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવી (DC Win Over PBKS)પોઇન્ટ ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું. પંજાબના 6 વિકેટે 166 રનના જવાબમાં દિલ્હીએ 3 વિકેટે 167 રન નોંધાવી જીત મેળવી હતી. દિલ્હીની 8 મેચમાં આ 6ઠ્ઠી જીત છે. તે સાથે તેના 12 પોઇન્ટ થઇ ગયા.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રાત્રે રમાયેલી આ મેચમાં પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલના 99 રન પર દિલ્હીના શિખર ધવનની અર્ધસદી ભારે પડી. મયંકે 58 બોલમાં 8 ફોર અને 4 સિક્સની મદદથી અણનમ 99 રન કર્યા. તે માત્ર એક રન માટે સદીથી વંચિત રહી ગયો.
આ પણ વાંચોઃ IPL:પોલાર્ડ નામી સુનામીમાં તણાયું ચેન્નાઇ, મુંબઇ સૌથી સફળ રન ચેઇઝ કરી 4 વિકેટે જીત્યું
મેન ઓફ ધ મેચનું ટાઇટલ મયંકને
ધવને 47 બોલમાં 6 ફોર અને 2 છગ્ગા દ્વારા અણનમ 69 રન બનાવી દિલ્હીને જીત અપાવી હતી. અલબત્ત મયંકને તેના પરફોર્મ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
167 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હીના ઇન્ફોર્મ ઓપનર્સ પૃથ્વી શો અને શિખર ધવને ફરી ટીમ (DC Win Over PBKS)માટે સારો પાયો નાંખ્યો. પૃથ્વી 39 રને આઉટ થતાં પહેલાં બંને વચ્ચે 63 રનની ભઆગીદારી થઇ હતી. પૃથ્વીએ આક્રમક રમત રમતા 22 બોલમાં 3 ફોર, 3 સિક્સ ફટકારી હતી.
ધવને ત્યાર બાદ સ્ટિવ સ્મિથ (24) સાથે બીજી વિકેટમાં 48 રનની ભાગીદારી નોંધાઇ. ત્યાર બાદ કેપ્ટન ઋષભ પંત (14)ની ઝડપી વિકેટ પડી ગઇ પરંતુ શિમરોન હેટમાયરે(16*) રન કરી ધવનનો છેક સુધી સાથ આપ્યો અને ટીમને જીત અપાવી હતી.
ક્રિસ ગેલ નિષ્ફળ જતાં સ્કોર ટુંકો થયો
અગાઉ દિલ્હીએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. નિયમિત કેપ્ટન કેએલ રાહુલના સ્થાને મયંક અગ્રવાલે કેપ્ટનશીપ સંભાળી હતી. રાહુલને પેટમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. મયંક અગ્રવાલે અંત સુધી એક છેડો જાળવી રાખી ટીમનો સ્કોર 166 સુધી પહોંચાડ્યો. તેના સિવાય ડેવિડ મિલાને 26 અને પ્રભસિમરન સિંહે 12 અને ક્રિસ ગેલે 13 રના નોંધાવ્યા હતા.
આ પણ વાંચોઃ IPL-2021: ડેવિડ વોર્નરને કેપ્ટન પદેથી હટાવાયો, કેન વિલિયમસનને સોંપાઈ SRHની કમાન
પંજાબની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ટીમે 17 રન પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. કગિસો રબાડાની ઓવરમાં પ્રભસિમરન સિંહ 16 બોલમાં 12 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.35 રન પર પંજાબની ટીમનો ધાકડ બેટ્સમેન ક્રિસ ગેઈલ પણ પેવેલિયન ભેગો થયો હતો,.એણે 9 બોલમાં 13 રન બનાવ્યા હતા.
કગિસો રબાડાની શાનદાર બોલિંગ DC Win Over PBKS
પ્રથમ પાવર પ્લેમાં કગિસો રબાડાએ 2 વિકેટ ઝડપી હતી. 87 રન પર પંજાબની ત્રીજી વિકેટ પડી હતી. સ્પિનર અક્ષર પટેલે ડેવિડ મલાનને (26 રન) બોલ્ડ કર્યો હતો. મલાને મયંક સાથે 47 બોલમાં 52 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી..