Gujarat Exclusive > IPL 2020 > DC vs SRH: હૈદરાબાદનો સનરાઇઝ, દિલ્હી સામે મેળવી પ્રથમ જીત

DC vs SRH: હૈદરાબાદનો સનરાઇઝ, દિલ્હી સામે મેળવી પ્રથમ જીત

0
112

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL 2020)ની 13મી સિઝનની 11મી મેચ આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (DC vs SRH) વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદે દિલ્હીને હરાવી સિઝનની પ્રથમ જીત મેળવી છે. તેણે દિલ્હીને 15 રને હરાવ્યું.

દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને (DC vs SRH) બેટિંગ માટે નિમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદે દિલ્હીને જીત માટે 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ચેઝ કરવા માટે દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પહેલી જ ઓવરમાં પૃથ્વી શો (2) તરીકે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શિખર ધવન અને શ્રેયસ વચ્ચે નાની પાર્ટનરશિપ થઇ હતી. શ્રેયસ અય્યર (17) રાશિદ ખાનનો શિકાર બન્યો. દિલ્હી તરફથી સૌથી વધુ શિખર ધવને કર્યા. તે 34 રન કરી રાશિદ ખાનનો શિકાર બન્યો. દિલ્હીનો હુકમનો ઇક્કો ગણાતો રિષભ પંત આજે કંઇ ખાસ કરી શક્યો નહતો અને તે માત્ર 28 રન કરી આઉટ થયો હતો.

આ પણ વાંચો: MI vs RCB: ઈશાનને સુપર ઓવરમાં કેમ નહીં મોકલ્યો, રોહિત શર્માએ આપ્યું કારણ

હૈદરાબાદ તરફથી સારી બોલિંગ કરવામાં આવી હતી. રાશિદ ખાને સૌથી વધુ 3 વિકેટ ઝડપી જ્યારે ભુવનેશ્વર કુમારે 2 વિકેટ ઝડપી. ટી નટરાજન અને ખલીલ અહમદે પણ 1-1 વિકેટ ઝડપી.

દિલ્હી કેપિટલ્સે (DC vs SRH) ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. હૈદરાબાદ તરફથી વોર્નર અને બેયરસ્ટોએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. હૈદરાબાદની પ્રથમ વિકેટ વોર્નરે તરીકે પડી. તેણે 45 રનનો મહત્વપૂર્ણ યોગદાન આપ્યો. બેયરસ્ટો 53, વિલિયમસન 41 રન કરી ટીમનો સ્કોર 160 પાર પહોંચાડ્યો હતો. ટીમે ચાર વિકેટ ગુમાવી 162 રન કર્યા હતા.

દિલ્હી તરફથી રબાડા અને અમિત મિશ્રાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય બોલર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.