શોમાં અંજલિ અને તારક મહેતા વચ્ચેની વાતચીતમાં દયાબેન અંગે મળ્યો સંકેત
મુંબઇઃ ટીવી પર દાયકા કરતા પણ વધુ સમયથી ચાલી રહેલા લોકપ્રિય કોમેડી શો દયાબેનની પાછી એન્ટ્રી (Dayaben returns) થવાની શક્યતા છે. આ અંગે સીરિયલના પાત્ર તારક મહેતાનું મિશન 2021 સંકેત આપે છે કે આશરે ત્રણ વર્ષ બાદ દયાબેન પાછા આવી શકે છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં આમ તો દરેક પાત્રની વિશેષતા છે. પરંતુ જેઠાલાલ અને દયાબેનની વાત અલગ છે. તેમ છતાં દયાબેન લાંબા સમયથી સીરિયલમાં દેખાઇ રહ્યા નથી. તેમણે શો છોડી દીધાની જાહેરાત પણ કરી નથી.
આ પણવાંચોઃ ટ્વીટર સ્થગિત થતા કંગનાની ધમકીઃ “તેઓનું જીવવાનું હરામ કરીને ઝંપીશ”
દયાબેન 3 વર્ષથી શોમાં નથી દેખાયા
વાસ્તવમાં દયાબેન (Dayaben returns)નું પાત્ર ભજવતા અમદાવાદી દિશ વકાણી સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લિવ પર ગઇ હતી. ત્યારથી તેની વાપસી થઇ નથી. તેને શોમાંથી વિદાય થયે ત્રણ વર્ષ કરતા પણ વધુ સમય થઇ ગયો છે.
ફેન્સ તેમને પાછા જોવા આતુર છે. દરમિયાન સીરિયલમાં પણ દયાબેનની વાપસી માટે એક મિશન બની ગયું છે.
2021માં પોપટલાલના લગ્ન
શોમાં અંજલિ અને તારક મહેતા પરસ્પર વાતો કરે છે, જેમાં દયાબેન(Dayaben returns)ની વાપસીનો ઉલ્લેખ પણ કરે છે.
અંજલિ કહે છેઃ 2021નો પ્રથમ દિવસ હંગામાથી ભરપુર હતો.
તારક મહેતાઃ બહુ વધારે..અને ઇશ્વરને પ્રાર્થના છે કે આવો હંગામો ફરી જોવા ન મળે, 2021 તો શાંતિથી પસાર થઇ જઇ જાય બસ…
અંજલિઃ હાં, 2021માં પોપટભાઇના લગ્ન થઇ જાય અને… સૌથી વધુ જરૂરી કોરોનાની રસી તમામને સફળતપૂર્વક લાગી જાય. બસ આ બે મિશન 2021માં સફળતાથી પતી જાય.
આ પણવાંચોઃ શાહરુખે જ્યારે ગૌરીના પરિવારને કહ્યું હતું- હવે આ બુરખો પહેરશે, ઘરની બહાર નહીં નીકળે
આ વાત સાંભળી તારક મહેતા જવાબ આપે છે કેઃ આ સિવાય પણ વધુ બે મિશન છે. એક તો દયાભાભી જલદી પાછા ગોકુલધામમાં આવી જાય.
અંજલિ કહે છેઃ આ મિશન તો 2021ના પ્રારંભમાં જ જેમ બને તેમ પુરું થઇ જવું જોઇએ. ગડા પરિવાર અને સમગ્ર ગોકુલધામ દયાભાભી (Dayaben returns)ને બહુ મિસ કરી રહ્યું છે.ચોથા મિશન અંગે તારક કહે છેઃ તારક મહેતાની ડાયેટફૂડમાંથી મુક્તિ થાય.
અંજલિ હંસે છે અને જવાબ આપે છેઃ આ મિશન તો 2021 તો શું 2050માં પણ પુરૂં નહીં થાય…