ગાંધીનગર: કોંગ્રેસના દિગ્ગજ નેતા (Congress Leader) અને ભારતના પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું (Madhavsinh Solanki) શનિવારે 93 વર્ષની વયે અવસાન થયું છે. સોલંકી પોતાના જીવનકાળમાં 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી (Former CM Of Gujarat) રહી ચૂક્યાં છે. માધવસિંહ સોલંકીના અવસાન પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) ઘેરા શોકની લાગણી વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતના જાહેરજીવનને તેમની ખોટ હંમેશા રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને સદ્ગતી અર્પે તેમજ પરિવાર-શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.
ૐ શાંતિ.
— Vijay Rupani (@vijayrupanibjp) January 9, 2021
CM રૂપાણીએ (Vijay Rupani) માધવસિંહ સોલંકીના (Madhavsinh Solanki) સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. આ સાથે જ સ્વ. માધવસિંહ સોલંકીના (Madhavsinh Solanki) અંતિમ સંસ્કાર પણ સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માધવસિંહ સોલંકીના (Madhavsinh Solanki) અવસાનના સમાચાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના પોતાના મહિસાગર જિલ્લાના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. આટલું જ નહીં, CM રૂપાણીના (Vijay Rupani) અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળવાની છે. જેમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.
જણાવી દઈએ કે, માધવસિંહ સોલંકી (Madhavsinh Solanki) વ્યવસાયે વકીલ હતા. તેઓ પ્રથમ વખત 1977માં મુખ્યમંત્રી બન્યા હતા. 1980માં વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 141 બેઠકો પર વિજય મેળવ્યો હતો, ત્યારે ભાજપને માત્ર 9 સીટો જ મળી હતી. આજ ગાળો જાતિ-આધારિક ગઠબંધનોના યુગની શરૂઆત હતી. એવું કહેવાય છે કે, અહીંથી જ જાતિ આધારિત રાજનીતિક પાર્ટીઓના એક સાથે આવવાની શરૂઆત થઈ હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ સિવાય માધવસિંહ સોલંકીના (Madhavsinh Solanki) નિધન પર વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
Shri Madhavsinh Solanki Ji was a formidable leader, playing a key role in Gujarat politics for decades. He will be remembered for his rich service to society. Saddened by his demise. Spoke to his son, Bharat Solanki Ji and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 9, 2021
Saddened by the demise of Shri Madhavsinh Solanki.
He will be remembered for his contribution in strengthening the Congress ideology & promoting social justice.
Heartfelt condolences to his family & friends.
— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2021
गुजरात के पूर्व मुख्यमंत्री, देश के पूर्व विदेश मंत्री @incindia वरिष्ठ नेता आदरणीय श्री माधवसिंहजी सोलंकी का देहांत की खबर दुःखद है।
ईश्वर उनकी पवित्र आत्मा को शांति प्रदान करे
उनके जीवन काल मे उन्हों ने अपने स्वभाव और कार्यों से लोगो के दिल में अपनी जगह बनाई थी । pic.twitter.com/BPkVR4nLxR— Amit Chavda (@AmitChavdaINC) January 9, 2021