Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ઇન્ગ્લેન્ડ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટ અમદાવાદમાં રમાશેઃ સૌરવ ગાંગુલી

ઇન્ગ્લેન્ડ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટ અમદાવાદમાં રમાશેઃ સૌરવ ગાંગુલી

0
91

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ મંગળવારે જણાવ્યું કે અમદાવાદ આગામી વર્ષની શરૂઆતમાં ઇન્ગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટનું આયોજન કરશે. ઇન્ગ્લેન્ડને આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી પાંચ ટેસ્ટ અને સીમિત ઓવરોની સીરિઝ માટે ભારતનું પ્રવાસ કરવું છે. સીપીઆઈ (એમ) ધારાસભ્ય અશોક ભટ્ટાચાર્યના પુસ્તકનું કોલકાતા પ્રેસ ક્લબમાં વિમોચન કરતા ગાંગુલીએ જણાવ્યું કે
“ડે-નાઇટ ટેસ્ટનું આયોજન અમદાવાદ કરશે.”

ભારતમાં હાલ કોવિડ-19ના વધતા કેસને જોતા અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ સિરીઝ UAEમાં સ્થળાંતરિત થઇ શકે છે, જ્યાં હાલ IPL 2020 ચાલી રહ્યું છે. BCCI જોકે દેશમાં જ ઇન્ગ્લેન્ડને આવકારવાને લઇને પ્રતિબદ્ધ છે અને પહેલા જ બધા વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે જેમાં સુરક્ષિત વાતાવરણ પણ સામેલ છે. ટેસ્ટ સીરિઝના ત્રણ સંભવિત સ્થળ અમદાવાદ, ધર્મશલા અને કોલકાતા હોઇ શકે છે પરંતુ ગાંગુલી (Sourav Ganguly)એ જણાવ્યું કે તેમણે હાલ અંતિમ નિર્ણય નથી લીધો.

આ પણ વાંચો:  આજની જીત દિલ્હીને પ્લે ઓફમાં એન્ટ્રી અપવાશે, શું પંજાબ હૈટ્રિક મારશે?

ગાંગુલી (Sourav Ganguly)એ જણાવ્યું કે,
“અમે કેટલીક હંગામી યોજના બનાવી છે પરંતુ અત્યારે કોઇ નિર્ણય લીધો નથી. અમારી પાસે અત્યારે પણ ચાર મહિનાનો સમય છે.”

BCCIના અધ્યક્ષે (Sourav Ganguly) જણાવ્યું કે તેમની પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયાનો આગામી પ્રવાસ છે જેના માટે ટીમની પસંદગી થોડાક દિવસોમાં થવાની છે. તેમણે જણાવ્યું કે,
“ઇંગ્લેન્ડડ પહેલાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ થવાની છે. ટૂંક સમયમાં જ ટીમની જાહેરાત કરવામાં આવશે.”

ગાંગુલી (Sourav Ganguly)એ જણાવ્યું કે IPLના તરત બાદ ખેલાડીઓ માટે ટેસ્ટ માટે તૈયાર થવું સમસ્યા નહીં હોય. તેમણે જણાવ્યું કે તેઓ બધા સ્તરીય ખેલાડી છે, તેમને કોઇ પરેશાની નહીં થાય. BCCOએ 1 જાન્યુઆરીથી રણજી ટ્રોફી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને ગાંગુલીએ જણાવ્યું કે આગામી વાર્ષિક સામાન્ય સભામાં તેને લઇને ચર્ચા કરવામાં આવશે.