Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ગુજરાત વિધાનસભાના બજેટની તારીખ બદલાઈ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ગુજરાત વિધાનસભાના બજેટની તારીખ બદલાઈ

0
71

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે આ વખતે ગુજરાત વિધાનસભાના બજેટની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બજેટ 2 માર્ચની જગ્યાએ 3 માર્ચના રોજ રજૂ કરવામાં આવશે. 26 દિવસો સુધી ચાલનારા આ બજેટ સત્રમાં લવ જેહાદ સહિત અન્ય અનેક બિલો રજૂ કરવામાં આવશે. જ્યારે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને પગલે આ સત્ર તોફાની બનવાની સંભાવના છે. Gujarat Budget 2021

અગાઉ ગુજરાત વિધાનસભામાં 2 માર્ચના રોજ બજેટ રજૂ કરવામાં આવવાનું હતું, પરંતુ તે દિવસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું હોવાથી બજેટ 3 માર્ચે રજૂ કરાશે. Gujarat Budget 2021

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહમાં સંબોધન બાદ સત્રનો આરંભ થશે. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશૂભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જે બાદ બજેટ પર 5 દિવસો સુધી ચર્ચા થશે. જ્યારે બજેટ સત્રમાં માંગ પર ચર્ચા માટે 12 દિવસ ફાળવવામાં આવી શકે છે. આ બજેટ સત્રમાં જ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. Gujarat Budget 2021

આ પણ વાંચો: રાજકોટમાં EVM ફાળવણી પહેલા જ વિરોધ, કોંગ્રેસે ‘કમળ’ના ચિહ્નમાં ફેરફાર માટે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી Gujarat Budget 2021

કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકારનું બજેટ પણ આ વખતે પેપર લેસ હશે. અહીં ધારાસભ્યોને પેન ડ્રાઈવમાં બજેટ ડૉક્યુમેન્ટ આપવામાં આવશે. જે દિવસે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે, ત્યારે કાગળ નહીં દેખાડવામાં આવે.

જણાવી દઈએ કે, રૂપાણી સરકારે રાજ્યમાં ગત વર્ષે જ પેપરલેસ બજેટની શરૂઆત કરી હતી. આ સાથે જ ગુજરાતની GDP 2020-21 માટે 18,84,922 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. Gujarat Budget 2021

આ વખતે નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. આ સાથે જ નીતિન પટેલ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનારા નાણાં મંત્રી વજૂભાઈ વાળાના રેકોર્ડની બરોબરી કરશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat