Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > કોડીનારમાં આભ ફાટ્યું, અમદાવાદમાં પોણા બે ઈંચ વરસાદ

કોડીનારમાં આભ ફાટ્યું, અમદાવાદમાં પોણા બે ઈંચ વરસાદ

0
1048

રાજયમાં મધરાજા મનમુકીને વરસી રહ્યા છે. શુક્રવારના રોજ અમદાવાદ સહિતના ઘણા એવા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. આ ભારે વરસાદને લઈ ઘણા એવા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જવાના એહવાલ સામે આવ્યા હતા. ત્યારે કોડીનારમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસ્તા તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જયારે અમદાવાદમાં પણ બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્તા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

રાજયમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લાના કોડીનારમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ અને તાલાલામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જો કે, જૂનાગઢમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. વાવણી કર્યા બાદ વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાબરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે બફારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પોણા કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદથી બાબરાની બજારોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વલારડી, ઇંગોરાળા, વાવડી, મોટા દેવળીયા, ચરખા, ભીલા, ભીલડી, વાંડળીયા, કુવરગઢ સહિતના ગામડાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને અમુક વિસ્તારોમાં ધોધમાર વસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: રાજયમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, છેલ્લાં 24 કલાકમાં 687 નવા કેસ

અમદાવાદમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં ભારે ઉકળાટ બાદ શુક્રવારના રોજ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ભારે વરસાદને લઈ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે અમદાવાદ શહેરમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી આપી છે.

પૂર્વ વિસ્તારનાં કેટલાય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નરોડા, કૃષ્ણનગર, બાપૂનગર, નિકોલ, સનાથલ, ઠક્કરબાપાનગર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. વરસાદને કારણે ભારે ઉકળાટ અને ગરમીથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મહિલા રેલવે કર્મીને બિભસ્ત ઈશારા કરતો રેલ્વેનો ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઝડપાયો