Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > તમે જાણો છો રથયાત્રા પહેલા મુખ્યમંત્રી જ કેમ કરે છે પહિન્દ વિધિ? તેનું છે અનેરૂ મહત્વ

તમે જાણો છો રથયાત્રા પહેલા મુખ્યમંત્રી જ કેમ કરે છે પહિન્દ વિધિ? તેનું છે અનેરૂ મહત્વ

0
589

દર વર્ષે ભગવાન જગન્નાથજી, અષાઢી બીજના દિવસે, બહેન સુભદ્રાજી અને ભાઈ બલબદ્રાજી સાથે ભક્તોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નિકળે છે. આમ પરંપરા અનુસાર આજે અષાઢી બીજના દિવસે પણ ભગવાન રથયાત્રા પર નિકળી ગયા છે. ભગવાન રથયાત્રાએ નિકળ્યા તે પહેલા વહેલી સવારની મંગળા આરતી મુખ્ય મહેમાનના રૂપમાં આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. તે ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિન્દ વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. જે બાદ ભગવાનનાં 3 રથ નગરચર્યાએ નીકળ્યાં છે.

તમને જણાવી દઈએ કે, પહિન્દ વિધિ કર્યા બાદ જ રથયાત્રાનો પારંભ કરવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 26 વર્ષોથી ચાલતી આવી છે. આ વિધિ અનુસાર રાજ્યના સીએમ સોનાની સાવરણીથી રથયાત્રોનો રસ્તો સાફ કરે છે. તે પછી મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

‘પહિન્દ વિધિ’ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા વિધિ’ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યનો રાજા જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે. તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.

રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેદ્ર મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરવાની તક મળી છે.

આ બાબતે તત્કાલીન મુખ્યમંત્રી નરેદ્ર મોદીને રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિન્દવિધિ કરવાની તક મળી છે. તે ઉપરાંત કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિન્દ વિધિ કરી છે. રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બે વખત પહિન્દ વિધિ કરી છે.