Gujarat Exclusive > રાજનીતિ > ‘દંગલ ગર્લ‘ બબીતા ફોગાટ પિતા સાથે BJPમાં સામેલ

‘દંગલ ગર્લ‘ બબીતા ફોગાટ પિતા સાથે BJPમાં સામેલ

0
357

લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજય બાદ પાર્ટીમાં સામેલ થનારા સેલિબ્રિટીઝ સતત વધી રહ્યા છે. મનોરંજનથી લઈને ખેલ જગતના દિગ્ગજો પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. તાજેતરમાં ઈન્ટરનેશનલ રેસલર બબીતા ફોગાટ અને તેના પિતા મહાવીર ફોગાટને છે. બન્ને 12 ઓગસ્ટના રોજ દિલ્હીમાં ભાજપમાં સામેલ થઈ ગયા છે.

મહાવીર ફોગાટ દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટીમાં રહ્યાં છે. તેમને પાર્ટીના સ્પોર્ટ્સ વિંગના હેડ બનાવવામાં આવ્યા હતા.

મોદી સરકારના નિર્ણયોનું સમર્થન કરે છે બબીતા
બબીતા ફોગાટ સતત ભાજપ અને મોદી સરકારના નિર્ણયોનું સમર્થન કરતી જોવા મળી છે. આ અંગે તે ટ્વીટ પણ કરતી રહે છે.

બબીતા ફોગાટ કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પોતાના નામે કરી ચૂકી છે. આમિર ખાને મહાવીર ફોગાટ અને તેની બન્ને પુત્રી બબીતા અને ગીતા ફોગાટ પર મશહૂર ફિલ્મ ‘દંગલ’ બનાવી હતી. બબીતાએ કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશનમાં મેડલ જીત્યા છે.

હરિયાણામાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાઈ શકે છે. એવામાં લોકપ્રિય બબીતા ફોગાટનું ભાજપમાં સામેલ થવાથી પાર્ટી મજબૂત બનશે. હરિયાણામાં BJPને ઘેરવા માટે પાર્ટીઓએ પોતાની રીતે વ્યૂહ રચના ઘડવાની શરૂ કરી છે. દુષ્યંત ચૌટાલાની પાર્ટીએ BSP સાથે ગઠબંધન કર્યું છે. જે મુજબ JPP રાજ્યની 50 અને BSP 40 બેઠકો પર ચૂંટણી લડશે.

રિલાયન્સ AGM Live: ₹ 700માં મળશે Jio ગીગા ફાઇબર, ‘JioForEver’ પ્લાન સાથે 4K LED TV મફત