Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગરબા ખેલૈયાઓ માટે આનંદનાં સમાચાર, દમણમાં આપવામાં આવી મંજૂરી

ગરબા ખેલૈયાઓ માટે આનંદનાં સમાચાર, દમણમાં આપવામાં આવી મંજૂરી

0
126

રાજયમાં કોરોના વાયરસના કહેરને લઈ આગામી સમયમાં આવનારા તમામ તહેવારો પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યું છે. આ વર્ષે નવરાત્રીના ગરબાનું આયોજન મોટા મોટા પાર્ટી પ્લોટમાં તો થવાનું જ નથી અને તેની સાથે સરકારે શેરી ગરબાને પણ મંજૂરી આપી નથી. આ નિર્ણય વચ્ચે દમણ પ્રશાસને ગરબા રમવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે સુરત,વાપી,વલસાડમાં ખેલૈયાઓ નવરાત્રીમાં ગરબા રમી શકશે.

રાજયમાં વધી રહેવા કોરોનાના કહેરને લઈ સરકાર દ્વારા તમામ તહેવારો પર રોક લગાડી દીધી છે. જો કે, આ નવરાત્રીમાં શેરી ગરબા માટે પણ પરવાનગી આપી નથી. સરકારે ફકત આરતી અને પ્રસાદ માટે જ મંજૂરી આપી છે. તે પણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. જે તે સોસાયટીમાં આરતી કરવા માટે સૌ પ્રથમ સ્થાનિક પોલીસ મથકે જઈ મંજુરી લેવામાં આવશે. આ નિર્ણયને લઈ આ વર્ષની નવરાત્રિમાં લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. તમામ ખેલૈયાઓનો ઉત્સાહ પર આ વર્ષે પાણી ફેરાઈ ગયું છે.

આ પણ વાંચો: Navratri 2020: ભદ્રકાળી માતાના મંદિરે ઉમટ્યા ભક્તો, દર્શન માટે કરાઈ ખાસ વ્યવસ્થા

જો કે, દમણ પ્રશાસને ગરબા રમવાની મંજૂરી આપી દીધી છે. ગરબાનાં ખેલૈયાઓ માટે આનંદનાં સમાચાર આવ્યા છે. મંજુરી બાદ દમણમાં ગરબા રમવા માટે મંજૂરી આપવામાં આવશે. તો સુરત, વાપી, વલસાડનાં ખેલૈયાઓ નવરાત્રીમાં ગરબા રમવાનો આનંદ માણી શકશે.