Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સુત્રાપાડા તાલુકાના ખેતરોમાં ડેમનું પાણી ફરી વળ્યું : 200 હેકટર ખેતીને નુકસાન

સુત્રાપાડા તાલુકાના ખેતરોમાં ડેમનું પાણી ફરી વળ્યું : 200 હેકટર ખેતીને નુકસાન

0
132
  • ડેમ ઉપર તાકીદે મેન્યુલ દરવાજાઓ બેસાડવા માંગ : CMને પત્ર લખ્યો
  • ન્યાય નહિ તો હાઇકોર્ટનું શરણું લેવું પડશે અને આંદોલનની ચીમકી

અમદાવાદ: પહેલા વરસાદ (Rain) અને પછી સરકાર દ્વારા બંધમાં (Dam)થી છોડવામાં આવતા પાણીએ ખેડૂતોની માઠી દશા બેસાડી છે. ગુજરાતના નર્મદા (Narmada) જિલ્લા પછી સૌરાષ્ટ્રના આવા બીજા બનાવમાં ગીરસોમનાથ જિલ્લાના ખેડૂતો આ પરિસ્થિતિનો ભોગ બન્યા છે. તેના લીધે જિલ્લાના સુત્રાપાડા (Sutrapada) તાલુકાના ખેતરોમાં બંધનું પાણી ફરી વળતા 200 હેક્ટર ખેતી(Farming)ને નુકસાન થયું છે. તેના પગલે ખેડૂત પ્રતિનિધિઓએ તાત્કાલિક ડેમ પર મેન્યુઅલ દરવાજાઓની માંગ કરતો પત્ર લખ્યો છે અને ન્યાય નહી મળે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી આપી છે.

આ પણ વાંચોઃ વૈભવી કારની ચોરી માટે ગજબ તરકીબ: ક્રાઈમ બ્રાન્ચે ટેક્નોસેવી ચોરને ઝડપ્યો, 4 રાજ્યોમાં નેટવર્ક

સીએમને લખેલા પત્રમાં શું લખ્યું?

ગુજરાત ખેડૂત સમાજના ગીરસોમનાથ જીલ્લાના પ્રમુખ ભગવાનભાઈ સોલંકીએ રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં સમગ્ર ગીરસોમનાથ જિલ્લામાં એક માસ સુધી અવિરત ભારે વરસાદના કારણે ડેમ હાલ ૩.૬૫ મીટર ઉચાઇથી ઓવરફલો છે, તેવી પરિસ્થિતિમાં ડેમની પૂર્વ દિશામાં ડેમ કિનારે આવેલ લોઢવા ગામના ખેડૂતોની ખેતીની જમીનોમાં ડેમનું પાણી ફરી વળેલ છે અને ખેતરો પાણીથી ભરાયેલા છે. તેથી અંદાજીત 200 હેકટર ખેડૂતોની ખેતીની જમીનનો ખરીફપાક સંપૂર્ણ નાશ પામેલ છે, આ પરિસ્થિતિ હાલના વર્ષમાં ઉભી થઇ તેવું નથી, આવું વર્ષોથી ડેમ ઉપર પરમેનેન્ટ આરસીસી કરીને દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારથી વર્ષથી સતત આ જમીનોમાં ખરીફપાક સંપૂર્ણ નાશ પામે છે અને આ પ્રકારની નુકશાની ડેમના કારણે અહીંના ખેડૂતો દર વર્ષ વેઠી રહયા છે.

આ પણ વાંચોઃ સુશાંતના મિત્ર સંદિપસિંહ અને ગુજરાત સરકાર વચ્ચેનો શું સંબંધ? ગુજરાત કોંગ્રેસનો ઘટસ્ફોટ

ખેડૂતોને દર વર્ષે પડે છે માર

દરિયા કાઠા વિસ્તારનાં ખેડૂતો ખેતી સાથે સાથે પશુપાલન વ્યવસાય તરફ વળ્યા છે ત્યારે ચોમાસા દરમિયાન ખરીફ પાક નિષ્ફળ જવા સાથે પશુઓનું ચરિયાણ અને ખેતરમાં વાવતેર કરેલ પશુઓનો ચારો પણ ખારા પાણી ફરી વળવાથી નાશ પામે છે આવી પરિસ્થિતિમાં ગીરસોમનાથ જિલ્લા ગુજરાત ખેડૂત સમાજ તથા ખેડૂતોએ તાત્કાલિક ડેમ ઉપર મેન્યુલ દરવાજાઓ બેસાડવાની માંગ કરી છે. જો આ માંગ સરકાર દ્વારા સ્વીકારવામા નહિ આવે તો પ્રભાવિત ખેડૂતોને સાથે રાખીને ખરીફપાકમાં થતા નુકસાન સામે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે તેવી ચીમકી આપી છે. જો આ અંગે કાર્યવાહી કરવામાં નહી આવે તો પ્રભાવિત તમામ ખેડૂતોને સાથે રાખી આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ફરજ પડશે અથવા ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન ફાઈલ કરવાની ચીમકી આપી છે.