Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > વરઘોડા વિવાદ: પરિવારે કહ્યું, ‘અમારો આખો સમાજ અપનાવી લેશે બૌદ્ધ ધર્મ’

વરઘોડા વિવાદ: પરિવારે કહ્યું, ‘અમારો આખો સમાજ અપનાવી લેશે બૌદ્ધ ધર્મ’

0
426

મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે પોલીસ અને દલિત સમુદાયના અનેક કોશિષો છતાં વરઘોડો નિકાળી શકાયો નહતો. સાંજે પથ્થરમારો થતાં દસથી વધુ લોકોને ઈજા થઈ હતી, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ખંભીસર ગામમાં ખડકી દેવાયો છે. તેવામાં દલિત વરરાજાના અને તેમના પિતાનું ધર્મ પરિવર્તન કરવાને લઈને નિવેદન સામે આવ્યું છે.

અમે અપનાવીશું બૌદ્ધ ધર્મ

વરરાજાના જયેશ રાઠોડ અને પિતા ડાહ્યાભાઈ રાઠોડ આખા ઘટનાક્રમથી નિરાશામાં ગર્ક થઈ ગયા છે. ઘટના બાદ નિરાશ ડાહ્યાભાઈ અને વરરાજા જયેશે કહ્યું છે કે, અમે અમારા પર ઘણા બધા અત્યાચાર થઈ રહ્યાં છે તેથી અમે હવે બૌદ્ધ ધર્મ અપનાવી લઈશું. તે ઉપરાંત તેમને દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, અમારો વિકાસ અન્ય સમાજના લોકો જોઈ શકતા નથી. અમે લાખો રૂપિયા ખર્ચા છે તે બધા પાણીમાં ગયા છે. જોકે, હજું પણ તેમને આશા વ્યક્ત કરી હતી કે, જો પોલીસનો વ્યવસ્થિત રીતે સપોર્ટ મળશે તો અમે વરઘોડો નિકાળીશું.

વરરાજાના પિતા ડાહ્યાભાઈએ પોલીસની કામગીરી ઉપર આંગળી ઉઠાવતા કહ્યું હતુ કે, જો અમને પોલીસનું ખરા સમયે સાથ મળ્યો હોત તો વરઘોડો શાંતિથી નિકળી ગયો હોત અને આ બધો હોબાળો થયો નહોત. જો અમને ન્યાય મળશે નહી તો અમારા પરિવાર સહિત અમારૂ આખું સમાજ બૌદ્ધ ધર્મ અપનાવી લેશે.

તેમને પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, અમે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી પરંતુ અમને તે આપવામાં આવ્યું નહતું. તેમને કહ્યું કે, પટેલ સમાજને પ્રોટેક્શન મળ્યું પરંતુ અમને ન મળ્યું. વરઘોડો કાઢવાની અમારી ઘણી બધી ઈચ્છા હતા પરંતુ ગામની પરિસ્થિતિ બગડી રહી છે એટલે અમે આજે (સોમવાર) કાઢીંશુ નહી. આજે અમે જાન લઈને સામા પક્ષે જઈને પ્રસંગ પૂર્ણ કરીશું.

DYSP ફાલ્ગુની પટેલ પર આરોપ

પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો કે, ‘અમારી સાથે અન્યાય થયો છે, અમે હરિજન છીએ એટલે અમને ટાર્ગેટ કરવામાં આવ્યાં. DYSP ફાલ્ગુની પટેલે અમને માર માર્યો છે. અમને કોઈ ન્યાય નથી મળ્યો એટલે લગ્ન પૂર્ણ થયા બાદ અમે ફરિયાદ કરીશું.’ વરરાજાનાં કાકા, ચંદુભાઈ રાઠોડે આ અંગે જણાવતા કહ્યું કે, ‘ગઇકાલે હું બધાને બચાવવા ગયો ત્યારે મને વાગ્યું હતુ. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે મને લાઠી મારી હતી. શરીર ના અનેક ભાગે મને માર વાગ્યો છે. અન્ય લોકોને પણ માર પડ્યો છે.