Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > દલિતો પર અત્યાચાર મામલે કડીના લ્હોર ગામે આભડછેટનું બેસણું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

દલિતો પર અત્યાચાર મામલે કડીના લ્હોર ગામે આભડછેટનું બેસણું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

0
473

ગુજરાતમાં એક પછી એક દલિતો પર અત્યાચારની ઘટના વધી છે, જેને કારણે લોકસભા ચૂંટણી વચ્ચે રાજકારણ ગરમાયુ છે. મહેસાણા જિલ્લાના કડીના લ્હોર ગામે દલિતોના બહિષ્કાર મામલે સરકાર દ્વારા સમાધાન બાદ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જાતિઓ વચ્ચેની અસ્પૃશ્યતા દૂર કરવા માટે આભડછેટનું મારણ કરીને તેનું બેસણું યોજવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આભડછેટની અસ્પૃશ્યતા દૂર કરવા માટે દલિત આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ મામલે ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

શું હતો મામલો?

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ક઼ડીના લ્હોર ગામે દલિત યુવકનો વરઘોડો નીકાળવા મામલે ગ્રામજનો દ્વારા દલિત પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ અંગે દલિત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. દલિતોના આભડછેટના મુદ્દાને લઈને અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ સાણંદમાં મહાસંમેલન યોજ્યુ હતું. જે બાદ સરકારે પણ નમતુ જોખીને સમાધાન કરાવ્યુ હતું.