Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ડાકોરના પદયાત્રીઓ માટે વિસામારુપી ઘટાદાર વક્ષોનો AMCએ ખુડદો બોલાવ્યો

ડાકોરના પદયાત્રીઓ માટે વિસામારુપી ઘટાદાર વક્ષોનો AMCએ ખુડદો બોલાવ્યો

0
90
  • ડાકોર પદયાત્રીઓ માટે કોર્પો. અતુલ પટેલે પોતના બજેટમાંથી વૃક્ષો વાવ્યા હતા
  • સ્થાનિક કોર્પોરેટરે મ્યુનિ. કમિશનર સહિત અન્ય અધિકારીઓને રોકવા માંગ કરી
  • કોર્પોરેશન તંત્રે માર્ગ પહોળો કરવાના નામે વક્ષો કાપવાની વણથંભી વણઝાર શરૂ કરી

અમદાવાદઃ ડાકોર જતાં પદયાત્રીઓ ધોમધખતા તાપમાં હેરાન ના થાય અને તેઓ વિસામો ખાઇ શકે તે હેતુસર સ્થાનિક કોર્પોરેટર (Municipal Councilor)  અતુલ પટેલે પોતાના બજેટમાંથી વક્ષોની વાવણી કરી હતી. શનિવારે ઘટાદાર બનેલાં વક્ષોને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC)ના તંત્રે પાવડો, કોદાળી, જે.સી.બી. મશીન દ્રારા ખુડદો બોલાવી દીધો હતો.

એક તરફ વક્ષોની વાવણી કરવાની દુહાઇ દેવામાં આવે છે. બીજી તરફ એ જ સરકારી તંત્ર ઉગેલા ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે. આ કામગીરી તાત્કાલિક અસરથી રોકવા માટે સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલે અમદાવાદ મ્યુનિ. કમિશનર સહિત ગાર્ડન વિભાગ વગેરેને વોટ્સએપ મેસેજ કરીને રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ કોવિડ સહિતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સુવિધા સુનિશ્ચિત કરવા આદેશ

કોર્પોરેશને જ 7 કરોડ ખર્ચી રણછોડ ભક્તિપથ તૈયાર કરાવ્યું હતું

પુનમ ભરવા અમદાવાદથી ડાકોર જતાં પદયાત્રીઓ માટે કોર્પોરેશને 7 કરોડના ખર્ચે જય રણછોડ ભક્તિપથ તૈયાર કર્યું છે. આ માર્ગ પરથી પસાર થતાં પદયાત્રીઓને વક્ષોના શીતળ છાંયડામાં વિશ્રામ કરી શકે તે હેતુસર વટવા હાથીજણના કાઉન્સીલર અતુલ પટેલે પોતાના બજેટમાંથી ફાળવણી કરીને ભક્તિપથથી રિંગ રોડ સુધી પદયાત્રીઓ માટે વક્ષોરોપણ તેમજ તેના જતન માટે ટ્રી ગાર્ડની જોગવાઈ કરી હતી.

આ વક્ષો આજે કદાવર અને ઘટાદાર બની ગયા છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તંત્રએ માર્ગ પહોળો કરવાના નામે વક્ષો કાપવાની વણથંભી વણઝાર શરૂ કરી હતી. જેનો આસપાસના વેપારીઓએ વિરોધ કર્યો હોવાનું અતુલ પટેલે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ રાજપીપળાઃ વોટ્સએપમાં ચેટિંગે અંગે એક જ કોમના જૂથો વચ્ચે ધિંગાણું. એકનું માથું ફાટ્યું

સાતેક ટેકટ્રર તેમજ જેસીબી મશીન અને ઓટોમેટિક કરવતો લઈને એ.એમ.સી.નો કાફલાએ ભક્તિપથ રોડ પર પહોંચીને સંખ્યાબધ વૃક્ષોને થડમાંથી કાપી નાંખ્યા અને તાબડતોડ તેના પાંદડા સાથે ની ડાળીઓ અને કપાયેલા વૃક્ષો ટેકટ્રરોમાં ભરીને લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલે આ કામગીરીને રોકવા માટે સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે.