Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > દહેગામ-બાયડ રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડોક્ટર દંપત્તિનું ઘટનાસ્થળે મોત

દહેગામ-બાયડ રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડોક્ટર દંપત્તિનું ઘટનાસ્થળે મોત

0
54

અમદાવાદ: દહેગામ-બાયડ રોડ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં સવાર બે વ્યક્તિ ભડથૂં થઇ ગઇ હતી. અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો. ઘટનાસ્થળે ફાયરવિભાગના જવાનો અને પોલીસ પહોંચી ગઇ હતી. મળતી માહિતી મુજબ કારમાં ડોક્ટર દંપત્તી હતા, જેમનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે. Dahegam Bayad Road Accident

દહેગામના બાયડ રોડ પર રોયલ સ્કુલથી લીહોડા ગામ વચ્ચે બપોરના સમયે આઇવા ટ્રક નંબર જીજે-02-ઝેડઝેડ-5711 અને ક્રેટા કાર નંબર જીજે-31-ડી-1746 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાય હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ડમ્પરની ડિઝલની ટાંકી પણ ફાટી ગઇ હતી અને ડિઝલનો જથ્થો પ્રસરી ગયો હતો. ડમ્પરની ભયંકર ટક્કરને કારણે ક્રેટા ગાડીનું એન્જિન અન્ય ભાગથી છુટુ થઇ ગયુ હતું. અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં જ કાર આગનો ગોળો બની ગઇ હતી. બેઠેલા વ્યક્તિઓને બહાર નિકળવાનો પણ સમય મળ્યો નહતો. તેઓ અંદર જ ભડથૂં થઇ ગયા હતા. Dahegam Bayad Road Accident

અકસ્માત સર્જાતા લોકો ઘટનાસ્થળે જમા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. કારના દરવાજા ખુલી નહીં શકતા દંપત્તીનું કારમાં જ મોત થઇ ગયું હોવાની પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. Dahegam Bayad Road Accident

આ પણ વાંચો: આ આઇપીએસને કેટલીવાર ફેરવેલ પાર્ટી લેવી છે?

પ્રાપ્ત થતી માહિતી મુજબ મૃતક મયુર મુકુંદચંદ શાહ તથા તેમના પત્ની પ્રેરણા મયુરભાઇ શાહ હોવાનું સામે આવ્યું છે. તેઓ બાયડના વતની છે. મયુર શાહ બાયડ ખાતે આવેલી વાત્સલ્ય હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર હતા. ગાયનેક ડોક્ટર મયુર શાહની પુત્રી પંક્તિ પણ ડોક્ટર છે. અકસ્માતની જાણ થતા જ તેમનો પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાયનેક ડોક્ટર મયુર શાહની પુત્રી પંક્તિ પણ ડોક્ટર છે. અકસ્માતની જાણ થતા જ તેમનો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે ગાયનેક ડોક્ટર મયુર શાહની પુત્રી પંક્તિ પણ ડોક્ટર છે. Dahegam Bayad Road Accident

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat