Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાત તરફ આગળ વધ્યુ વાવાઝોડુ ‘વાયુ’, 12-13 જૂને શાળાઓ બંધ

ગુજરાત તરફ આગળ વધ્યુ વાવાઝોડુ ‘વાયુ’, 12-13 જૂને શાળાઓ બંધ

0
427

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશને હવે ભયાનક વાવાઝોડા ‘વાયુ’ (Cyclonic Storm Vayu)નું સ્વરૂપ લીધુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતની દરિયા કાંઠા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

‘વાયુ’ વાવાઝોડાના કારણે અંદાજે 100 કિલોમીટર પ્રતિકલાકની ગતિએ પવન ફૂકાશે અને ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એવું પણ સંભળાય છે કે, આ વાવાઝોડું મોનસૂનની ગતિ પર પણ અસર કરશે.

વાવાઝોડુ ‘વાયુ’ સતત ઉત્તર-પશ્ચિમ દિશામાં ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. લક્ષદ્વીપના દક્ષિણપૂર્વ અને પૂર્વ-મધ્ય અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આજ કારણે કેરળના કેટલાક વિસ્તારોમાં પણ હળવા થી ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

જણાવી દઈએ કે, ગરમ સમુદ્રી હવાઓના કારણે લો પ્રેશર વાળા વિસ્તારમાં સોમવારે ડિપ્રેશનનું રૂપ લઈ લીધુ અને મંગળવાર સવાર સુધીમાં તે વાવાઝોડામાં ફેરવાઈ ગયું. આ વાવાઝોડાને “વાયુ”નામ આપવામાં આવ્યું છે. જે ભારત દ્વારા આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, “વાયુ” વાવાઝોડું પોતાના ચરમ પર હશે અને તેની ઝડપ 135 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધારે રહેશે.

હાલ હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા માછીમારોને આગામી થોડા દિવસો સુધી કેરળ, લક્ષદ્વીપ અને તેની સાથે જોડાયેલા દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં દરિયો ખેડવા જવાની મનાઈ ફરમાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 જૂને લક્ષદ્વીપ અને પૂર્વ-મધ્ય અરબ સાગરમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. આ ઉપરાંત તમામ બંદરો ઉપર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે પણ સમગ્ર પરિસ્થિતિનો સામનો કરવા માટે ઈમરજન્સી મિટિંગ બોલાવી છે. આ ઉપરાંત વાવાઝોડા સમયે શું કરવું અને શું ના કરવું? તે અંગે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને વાકેફ કરવામાં આવી રહ્યા છે.

શાળાઓ બંધની જાહેરાત
રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજકુમારે “વાયુ” વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારની તમામ શાળાઓને 12 અને 13 જૂનના રોજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

અમિત શાહે વાવાઝોડા ‘વાયુ’ માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી