Gujarat Exclusive > ગુજરાત > તૌકતે વાવાઝોડુ 3 વાગ્યે અમદાવાદ પાસેથી થશે પ્રસાર, તંત્ર એલર્ટ

તૌકતે વાવાઝોડુ 3 વાગ્યે અમદાવાદ પાસેથી થશે પ્રસાર, તંત્ર એલર્ટ

0
179

અમદાવાદ: તૌકતે વાવાઝોડાએ દિવ-ઉના સહિત સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી સહિતના જિલ્લામાં તારાજી સર્જ્યા બાદ અમદાવાદ પાસેથી બપોરના 3 વાગે પસાર થવાનું છે. તૌકતે વાવાઝોડાને પગલે અમદાવાદનું વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયુ છે. જિલ્લા કલેક્ટરે કામ વગર કોઇ પણ વ્યક્તિને ઘરની બહાર ના નીકળવાની તાકીદ કરી છે.

તૌકતે વાવાઝોડુ આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઇ પ્રકારની જાનમાલની નુકસાની ના થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે. કામ વગર કોઇ પણ વ્યક્તિએ ઘરની બહાર ના નીકળવાની પણ કલેક્ટરે તાકીદ કરી છે.

તૌકતે વાવાઝોડાને કારણે અમરેલીના રાજુલામાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જેને કારણે મોટાભાગના રસ્તા બંધ થઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડાને કારણે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પાલડી, આશ્રમ રોડ, વાસણા, જુહાપુરા, એસજી હાઇવે,પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી હતી.

વાવાઝોડાને પગલે અનેક વિસ્તારમાં વિજળી ગુલ

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં અનેક ઘરોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી અને અંધારપટ છવાઇ ગયો હતો. રાજકોટના આટકોટ, જસદણ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

વાસણા બેરેજના બે દરવાજા ખોલાયા

અમદાવાદ જિલ્લામાં બપોર બાદ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળશે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા તેમજ ગટરો ઉભરાઇ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: PHOTOS: તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે વેર્યો વિનાશ, અનેક લોકોના ઘર તૂટ્યા

ધોલાઇ બંદરેથી નીકળેલી બોટ ગુમ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામની મીના બોટ વાવાઝોડાને કારણે ગાયબ થઇ ગઇ હતી. બોટ ગાયબ થવાના સમાચાર મળતા જ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 13 મેએ ધોલાઇ બંદરેથી આ બોટ 8 માછીમારો સાથે નીકળી હતી. જોકે, તે બાદ તેના કોઇ સમાચાર મળ્યા નહતા.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat